જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બનતી રહે છે. રવિવારે પણ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના બની હતી જેના પગલે માતા વૈષ્ણોદેવી જતાં લોકોને રોકવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં 20 થી 30 હોટલ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ, 80 થી 100 દુકાનો અને ઘણી વહીવટી કચેરીઓ છે. SDM એ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી જાહેર બાંધકામ વિભાગ કટરાના કાર્યકારી ઇજનેર સલામતી પ્રમાણપત્ર જારી ન કરે ત્યાં સુધી આ સ્થાપનાઓ ચલાવવામાં આવશે નહીં

રવિવારે સવારે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને જમીન ધસી પડવાની ઘટનાઓ બની હતી. પહાડી વિસ્તારોમાં ઘણા કાચાં મકાનો ધરાશાયી થયા છે. જ્યારે નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર પણ વધી ગયું છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય કનેક્ટિંગ રસ્તાઓ સતત છ દિવસથી બંધ છે. સોમવારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી 10મા અને 11મા ધોરણની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
સતત ભારે વરસાદ અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણો દેવીના બેઝ કેમ્પ પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડઝનબંધ હોટલ અને ધર્મશાળાઓ ખાલી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. રિયાસી અને બાણગંગા રોડ સાથે જોડાયેલા વિસ્તારમાં રોડ તૂટી પડવાની તેમજ સતત ભૂસ્ખલનની શક્યતાને કારણે વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. આ વિસ્તારમાં 20 થી 30 હોટલ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ, 80 થી 100 દુકાનો અને ઘણી વહીવટી કચેરીઓ છે. SDM એ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી જાહેર બાંધકામ વિભાગ કટરાના કાર્યકારી ઇજનેર સલામતી પ્રમાણપત્ર જારી ન કરે ત્યાં સુધી આ સ્થાપનાઓ ચલાવવામાં આવશે નહીં. 26 ઓગસ્ટના રોજ માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર અડકુંવારી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે 34 શ્રદ્ધાળુઓના મોત બાદ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
હવામાન વિભાગે 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની શક્યતા છે. કટરા એસડીએમ પીયૂષ ધોત્રાએ તાજેતરમાં બાલિની પુલ અને શનિ મંદિર (કદમલ) વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલન અને રસ્તાના ધસી પડવાના કારણે આ નિર્ણય લીધો છે. હાલમાં કટરામાં લગભગ 300 શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું છે.
ભક્તોના બુકિંગ રદ કરવામાં આવ્યા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાન્સ બુકિંગ કરાવનારા ભક્તોના બુકિંગ રદ કરવામાં આવ્યા છે. ભક્તોના પૈસા 15 દિવસમાં પરત કરવામાં આવશે.
રવિવારે પણ જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. વિવિધ સ્થળોએ પહાડો પરથી ખડકો અને કાદવ પડતા રહ્યા. NHAI, બીકન અને અન્ય એજન્સીઓ યુદ્ધના ધોરણે રસ્તાને પુનઃસ્થાપિત કરવામાં રોકાયેલા છે. NHAI પ્રોજેક્ટ મેનેજર શુભમ કુમારે જણાવ્યું હતું કે વરસાદને કારણે રસ્તા પરથી કાટમાળ સાફ કરવાના પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે.ચેનાની અને ઉધમપુર વચ્ચે થરાદ ખાતે ભૂસ્ખલન થવાથી હાઇવે પરની એક ટનલ બંધ થઈ ગઈ છે. કુપવાડા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે તબાહી મચી ગઈ છે. આ દરમિયાન, ડોડા જિલ્લામાં ચેનાબ નદીમાં ડૂબતા આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ લોકો લાકડાની કામચલાઉ હોડીનો ઉપયોગ કરીને રસ્તે જતાં ફસાઈ જવાની ઘટના બની છે. મધ્યરાત્રિની આસપાસ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.