સરકારે વીમા પ્રીમિયમની ચુકવણી અંગે મોટો નિર્ણય ; વીમા પ્રીમિયમ પર 18 ટકા GST સીધો ‘૦’ ટકા શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ,
GST હેઠળ આ મોટા ફેરફાર સાથે 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે અને કેટલીક વસ્તુઓ પણ મોંઘી થવા જઈ રહી છે. તમાકુ અને તેના ઉત્પાદનો પર 40 ટકા GST લાગુ થશે. ઉપરાંત, સુપર લક્ઝરી ઉત્પાદનો અને લક્ઝરી કાર પર 40 ટકા GST લાદવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નેક્સ્ટ જનરેશન GSTની જાહેરાત કરવામાં આવી છે. નવા GST સુધારા હેઠળ હવે ફક્ત 2 સ્લેબ રહેશે, જ્યારે પહેલા 4 સ્લેબ હતા. હવેથી ફક્ત 5 ટકા અને 18 ટકા સ્લેબ રાખવામાં આવશે. આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.
GST હેઠળ આ મોટા ફેરફાર સાથે 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે અને કેટલીક વસ્તુઓ પણ મોંઘી થવા જઈ રહી છે. તમાકુ અને તેના ઉત્પાદનો પર 40 ટકા GST લાગુ થશે. ઉપરાંત, સુપર લક્ઝરી ઉત્પાદનો અને લક્ઝરી કાર પર 40 ટકા GST લાદવામાં આવશે. તેના પર કોઈ અલગ સેસ લાગુ થશે નહીં.
12 ટકા ટેક્સ સ્લેબ હેઠળ આવતા મોટાભાગના ઉત્પાદનોને 5 ટકા શ્રેણીમાં સમાવવામાં આવશે. ઉપરાંત, 18 ટકા હેઠળ આવતા દૈનિક ઉપયોગની કેટલીક વસ્તુઓના દર ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
વીમા પ્રીમિયમ પર શૂન્ય GST
સરકારે વીમા પ્રીમિયમની ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે. જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST સીધો ‘૦’ ટકા શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે તેના પર કોઈ GST ચૂકવવો પડશે નહીં. 2017મા GST લાગુ થયા પછી આ પહેલી વાર છે જ્યારે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ નવા માળખા હેઠળ, સામાન્ય લોકોના ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ₹2,500 સુધીના કપડાં અને જૂતા પરનો GST દર ઘટાડીને 5 ટકા કરી શકાય છે, જે ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. મની કંટ્રોલના અહેવાલ મુજબ, GST કાઉન્સિલે આરોગ્ય વીમા પ્રીમિયમ પરનો દર ઘટાડવાની પણ સંમતિ આપી છે, જેથી આરોગ્ય વીમો લેવાનું સસ્તું બનશે. આ સાથે જ જીવનરક્ષક દવાઓ પરના GST દરમાં પણ ઘટાડો થવાની આશા છે. મની કંટ્રોલના રિપોર્ટ મુજબ, ₹20 લાખથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પરનો GST દર 5 ટકાથી વધીને 18 ટકા થઈ શકે છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે તો તે ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ માટે પડકાર ઊભો કરી શકે છે.



