જાણવા જેવું

સોના પરના જીએસટીમાં બદલાવ નથી સોનુ 110300 તથા ચાંદી 128500 ની નવી ટોચે પહોંચ્યા બાદ પટકાયા

વિશ્વ બજારમાં 40.91 ડોલર હતો રાત્રે તેજી વખતે હાજર ભાવ 128500 ના સ્તરે પહોંચી ગયો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે કેટલાંક દિવસોથી એકધારી તેજી હતી જ.હવે ભાવમાં મોટી વધઘટ જોવા મળતાં ઝવેરીઓ ગ્રાહકો વધુ સાવચેત બન્યા છે.

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે આજે ઉથલપાથલ જોવા મળી હતી. બન્ને ધાતુઓમાં વધુ નવા ઉંચા ભાવ જોવા મળ્યા બાદ પાછા પડયા હતા. રાજકોટમાં આજે હાજર સોનું 109550 હતું. વિશ્વ બજારમાં 3542 કરોડનુ હતું આ પૂર્વે મોડી રાત્રે વૈશ્વિક ભાવ 3575 ડોલરનાં સ્તરે પહોંચતા લોકલ માર્કેટમાં 110320 બોલાયા હતા જે પછી આજે પીછેહઠ હતી.

આજ રીતે ચાંદીનો હાજર ભાવ 126775 હતો. વિશ્વ બજારમાં 40.91 ડોલર હતો રાત્રે તેજી વખતે હાજર ભાવ 128500 ના સ્તરે પહોંચી ગયો હતો. વેપારીઓના કહેવા પ્રમાણે કેટલાંક દિવસોથી એકધારી તેજી હતી જ.હવે ભાવમાં મોટી વધઘટ જોવા મળતાં ઝવેરીઓ ગ્રાહકો વધુ સાવચેત બન્યા છે.

આવનારા દિવસોમાં ટ્રેન્ડ કેવો રહે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. વૈશ્વિક દેશોની સેન્ટ્રલ બેંકોની ખરીદી કરન્સી માર્કેટમાં ઉથલપાથલ ભૌગોલીક ટેન્શન જેવા કારણોથી માર્કેટમાં તેજી પ્રવર્તી જ રહી છે.

દરમ્યાન ભારતમાં સરકારે જીએસટી રેટ સ્લેબમાં મોટો ફેરફાર કર્યો છે. 5 અને 18 ટકાના બે જ સ્લેબ આપવાની જાહેરાતથી ઝવેરીઓની ઉંઘ હરામ થઈ હતી.સોના-ચાંદીમાં 3 ટકા જીએસટી છે તેમાં વધારો નથી ને?તેવા સવાલ ઉઠવા લાગ્યા હતા, જોકે સોના પરના જીએસટીમાં કોઈ ફેરફાર નથી

News Click 24

Poll not found

Related Articles

Back to top button