ગુજરાત

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ ; સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળ સાથે થશે, જેમાં વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અન્ય લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવાશે. સાથે જ, પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય અને ઈશ્વરસિંહ ચાવડા માટે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઇ રહ્યું છે. સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળ સાથે થશે, જેમાં વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.

પ્રથમ દિવસે, મુખ્યત્વે મુખ્યમંત્રીના હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ, પંચાયત, તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગોના પ્રશ્નો લઈ ચર્ચા થવાની છે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અન્ય લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવાશે. સાથે જ, પૂર્વ મંત્રી હેમાબેન આચાર્ય અને ઈશ્વરસિંહ ચાવડા માટે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. શંખ દર્શક ઉલ્લેખ બાદ વિધાનસભાના મેજ પર અનુમતિ મળેલા વિધેયકો મુકવામાં આવશે. તદુપરાંત, કામકાજ સલાહકાર સમિતિના અહેવાલ પણ રજૂ થશે.

આ સત્ર દરમિયાન જીએસટી સુધારા વિધેયક અને ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button