ગુજરાત

ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો ; અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરી નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં પણ વરસાદ પડશે એવી સંભાવના છે.

ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈને મજબૂત બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદનું જોખમ વધ્યું છે. સાબરકાંઠા, દમણ, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં પણ વરસાદ પડશે એવી સંભાવના છે.

હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર માટે ખાસ ચેતવણી આપી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર માટે માત્ર કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યેલો એલર્ટ જાહેર થયું છે, બાકીના વિસ્તારો માટે કોઇ એલર્ટ નથી.

ગુજરાતમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈનનો સમાવેશ થાય છે. આના કારણે વરસાદની તીવ્રતા વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 92 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 96 ટકા થી વધુ વરસાદ થયો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર આવી ગયા છે.

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button