તા.08 અને સોમવારથી શહેરીજનોને ઘર બહાર વાહન સાથે નીકળવું હશે તો હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. BIS હોલમાર્ક વાળા હેલ્મેટ ભૂલ્યા વગર લઈ રાખજો ,
ઈમ બ્રાન્ચ, એસઓજી એલસીબી સહિતની ટીમો પણ સવારથી જ પેટ્રોલિંગ કરશે, હેલ્મેટ બાબતે થતી માથાકૂટ પર બાજ નજર રાખશે, સરકારી કચેરીમાં પણ ખાસ પોલીસ જવાનો ગોઠવાશે

બે દિવસમાં BIS હોલમાર્ક વાળા હેલ્મેટ ભૂલ્યા વગર લઈ રાખજો કેમ કે, આગામી તા.08 અને સોમવારથી શહેરીજનોને ઘર બહાર વાહન સાથે નીકળવું હશે તો હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર બાઈક સવારે પણ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. જેનું પાલન નહિ કરનાર વિરુદ્ધ પોલીસ દંડનીય કાર્યવાહી કરશે. જે હેલ્મેટ ડ્રાઈવ મામલે શહેર પોલિસની ટીમ સોમવારથી જ શહેરને બાનમાં લેવાં કમરકસી છે. સવારથી જ ટ્રાફિક પોલીસ અને દરેક પોલીસ સ્ટેશનના જવાનોના ઘાડેધાડા ઉતરી પડશે અને કાર્યવાહી કરશે.
રાજ્યમાં જીવલેણ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે રાજ્યના પોલીસવડા દ્વારા ફરજિયાત હેલ્મેટનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે રાજકોટ શહેરમાં આગામી તા. 8 સપ્ટેમ્બરથી ટૂ વ્હિલરચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ રૂ –।.500 નો દંડ વસૂલવામાં આવશે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલક ઓછી સ્પીડમાં હોય છતાં તે સ્કૂટર પરથી પટકાય કે અકસ્માત થાય તો તેનું મૃત્યુ થયું હોય અને વધુ સ્પીડમાં વાહન હોય અને હેલ્મેટ પહેર્યું હોય ત્યારે અકસ્માત સર્જાય ત્યારે વાહનચાલકનો જીવ બચી જાય છે તેવું સ્પષ્ટ થયું હતું જેથી ગંભીરતાથી નિર્ણય કરી રાજ્યભરમાં હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે અગાઉ શહેર પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો હતો.
અગાઉ પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શ કરવાનો આદેશ કર્યો હતો. જેથી હવે સોમવારથી હેલ્મેટની ફરજીયાત અમલવારી કરાવવા પોલીસ મેદાને આવનાર છે.
જે અંગે ટ્રાફિક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે પોલીસ કાયમ આગળ રહે છે અને ખાસ વાહન ચાલકો જ્યારે રસ્તા પર જતાં હોય અને અકસ્માત થાય અને ત્યારે વાહન ચાલકે હેલ્મેટ પહેરેલ ન હોય અને તે ઘટના જીવલેણ બને તે અટકાવવા પોલીસની ફરજ છે, જેના ભાગરૂપે સોમવારથી શહેરભરમાં દરેક પોઈન્ટ અને સર્કલ પર ટ્રાફિક પોલીસ અને શહેરભરની પોલીસ સ્ટેસનની અલગ અલગ ટીમો સવારથી જ ઉભી રહેશે.
જે વાહન ચાલક અને વાહન સવાર વવ્યક્તિએ હેલ્મેટ નહીં પહેરેલ હોય તેમને અટકાવી દંડનીય કામગીરી કરશે. ઉપરાંત જણાવ્યું હતું કે, આ ડ્રાઈવમાં લોકો સહયોગ આપે તેવી અપીલ પણ કરી છે. તેમજ પોલીસ ટ્રાફિક અડચણરૂપ નહીં થાય તે રીતે કામગીરી કરશે.
જો, જો ખાસ કોઈ શહેરીજનો હેલ્મેટ બાબતે પોલીસ સાથે બોલાચાલી ન કરતાં કેમ કે, ખાસ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની બ્રાન્ચની ટીમો પણ સવારથી જ મેદાનમાં રહેશે અને કોઈપણ જગ્યાએ હેલ્મેટ બાબતે કોઈ શહેરીજન માથાકૂટ કરશે તો મહત્વની બ્રાન્ચની ટીમો તુરંત દોડી જશે અને તે શહેરીજનને અટકાવી પોતાની ભાષામાં સમજાવસે.
શહેરમાં સોમવારથી થતાં હેલ્મેટ ફરજીયાતની અમલવારીમાં પોલીસે કડક નિયમ બનાવતાં શહેરીજનોમાં એક ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. કેમ કે, વાહન ચાલકોએ તો હેલ્મેટ પહેરવું જરૂરી છે, તે આપણે સમજી શકીએ છીએ પણ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત થતાં લોકોમાં કચવાટ ફેલાયો છે.
હવે કોઈ વ્યક્તિ વાહન લઈને બજારમાં નીકળે છે, ત્યારે રસ્તામાં તેમના સંબંધી કે મિત્ર મળી જાય અને લિફ્ટ માંગે અને તેમની પાસે હેલ્મેટ ન હોય તો લિફ્ટ પણ નહિ આપી શકાય કેમ કે, પાછળ બેસનારે હેલ્મેટ નથી પહેર્યો તો દંડ તો વાહન નંબરના આધારે જ આવશે.
શહેરમાં સોમવારથી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થવા જઇ રહ્યું છે. ત્યારે પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, જો તમે હેલ્મેટ નથી પહેર્યો તો દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. જેમાં પ્રથમ વખત હેલ્મેટ વગર પકડાસો તો રૂ।.500 દંડ અને બીજી વખત પકડાયા તો રૂ।.1000 નો દંડ કરવામાં આવશે. દંડનીય કામગીરી વાહન નંબરના આધારે કરવામાં આવશે.
હેલ્મેટ અમલવારીના નિર્ણય મામલે ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા જણાવ્યું હતું કે, આગામી તા.8 થી શરૂ થતી હેલ્મેટ ડ્રાઈવ આગામી સમયમાં કાયમી રહેશે. જેમ વાહન ચેકિંગ, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનોની તપાસ રેગ્યુલર થાય છે અને લોકો તેમાં સહકાર આપે છે તેવી જ રીતે હેલ્મેટ બાબતે પણ હવે કાયમીને માટે ડ્રાઇવ અવિરત રહેશે જેથી ધીમે ધીમે લોકો તેમાં જોડાતા જશે અને પોતાની સુરક્ષાને કાયમી કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સોમવારથી શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટનો નિયમ કાયમી બની રહ્યો છે, ત્યારે હેલ્મેટ વગર નીકળતા વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવવા શહેર પોલીસનો તમામ સ્ટાફ શહેરભરમાં ઉતરી પડશે અને વાહન ચાલકોને બાનમાં લેશે, જેમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની મહત્વની ટીમો પણ પેટ્રોલિંગમાં સાથે જોડાશે.
ત્યારે જો શહેરમાં કોઈ ગુનો કે દુર્ઘટના ઘટશે તો પોલીસનું ત્યાં ધ્યાન આપશે કે ફક્ત સરકારના નિયમ મુજબ ફક્ત હેલ્મેટ કાર્યવાહી જ કરતી રહેશે, તે એક શહેરીજનો માટે મોટો પ્રશ્ન બની ગયો છે.
હેલ્મેટ ફરજિયાતનો નિયમ સોમવારથી લાગુ પડી રહ્યો છે, ત્યારે ટ્રાફિક ડીસીપી ડો.હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે. જેના માટે બીઆઈએસ હેલ્મેટ પહેરવો પણ ફરજિયાત છે.
કેમ કે, સાદા હેલ્મેટમાં અકસ્માત બાદ મોતની શક્યતા વધી જતી હોય છે. જેથી હોલમાર્ક વાળા જ હેલ્મેટ લોકોએ પહેરવાનો પણ અનુરોધ કર્યો છે, ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ કેપ પર ચાલશે નહીં તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.