ટેકનોલોજી

ચાઈનીઝને ફરી ભારતીય મોબાઈલ કંપનીઓ ટકકર આપશે

માઈક્રોમેકસ, કાર્બન, લાવા જેવી કંપનીઓ એન્ટ્રી લેવલનાં સ્માર્ટફોનમા ફરી ધમાકેદાર એન્ટ્રી કરશે: 5000 થી 10000 ની કિંમતની માર્કેટ સર કરવા રણનીતી

ચાઈનીઝ કંપનીઓ પર કેન્દ્ર સરકારની તવાઈને પગલે મોબાઈલ માર્કેટમાં જગ્યા થવા લાગી છે અને તેને પગલે માઈક્રોમેકસી, કાર્બન, લાવા જેવી સ્વદેશી મોબાઈલ કંપનીઓએ ધમાકેદાર એન્ટ્રી પાડવાની તૈયારી શરૂ કરી છે. ખાસ કરીને 8000 રૂપિયાથી નીચેની કિંમત ધરાવતા એન્ટ્રી લેવલનાં સ્માર્ટફોનમાં ગ્રાહકોને ખાસ વિકલ્પ નથી ઉંચા ભાવને કારણે લોન પર લેવાની અથવા ખરીદી માંડી વાળવાની ફરજ પડી રહી છે.

કાર્બન બ્રાન્ડ મોબાઈલ કંપની જૈના ગ્રુપના મેનેજીંગ ડાયરેકટર પ્રદિપ જૈને કહ્યું કે ભારતમાં કાર્બન સ્માર્ટફોન આક્રમકતાથી રીલોન્ચ કરવા વર્તમાન જેવો શ્રેષ્ઠ સમય નથી કંપની રૂા.4999 ના સ્માર્ટફોન લોંચ કરશે માઈક્રોમેકસની યોજના 5999 ના કિંમતનાં સ્માર્ટફોન લોંચ કરવાની છે.જોકે, 4999 ના પણ પ્રયત્ન કરી રહી છે.લાવવા 10000 થી ઓછી કિંમતનાં સ્માર્ટફોનમાં ‘ખાલીપો’ છે અને ભારત સરકાર પણ ભારતીય બ્રાન્ડ આગળ આવે તેવું ઈચ્છે છે 4જી હજુ 3 વર્ષ તો રહેવાનું જ છે. એટલે કાર્બન તેના પર ધ્યાન ફોકસ કરવા માંગે છે.છેલ્લા એક વર્ષથી આક્રમક રણનીતી અપનાવી છે. વેચાણ 3 ગણુ થયુ છે.

માઈક્રોમેકસનાં એકઝીકયુટીવ એમ કહ્યું કે નબળા હાર્ડવેર મારફત ભાવ યુધ્ધમાં ઉતરવાનો ઈરાદો નથી છતાં શકય એટલી ઓછી કિંમતે કવોલીટી સ્માર્ટફોન લોંચ કરશે રૂા.25000 ની કિંમત સુધીના મોબાઈલ માર્કેટમાં મુકીને ચીની કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરશે. 2013-14 માં સ્માર્ટફોન માર્કેટમાં ભારતીય કંપનીઓનો હિસ્સો 45 ટકા હતા તે ગત માર્ચમાં પૂર્ણ થયેલા ત્રિમાસીક ગાળામાં માત્ર 1 ટકા રહી ગયો હતો. સેમસંગ 20 ટકા હિસ્સા સાથે મોખરે છે નીયોનો 17 ટકા, શિઓમીના 16 ટકા, ઓપ્પોમાં 12 ટકા તથા રીયલમીનો 9 ટકા હિસ્સો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button