હવે શાકાહારી કેપ્સુલ શેલ
તમારે પ્રાણીઓની ‘ચરબી’ ગળવી નહી પડે. દવામાં અપાતી કેપ્સુલ ઉપરનું ‘કવર’ પ્રાણીઓમાંથી મળતા ઘટક આધારીત જીલેટીનમાંથી નિર્માણ થાય છે તેના સ્થાને ભાવનગરની સોલ્ટ-મરીન રીસર્ચ ઈન્સ્ટીટયુટે સમુદ્રી વનસ્પતિમાંથી આ ઘટકો મેળવી કેપ્સુલ તૈયાર કરી

તમો જે દવાની કેપ્સુલ ગળો છો તેની સાથે પ્રાણીના હાડકામાંથી બનતા પાવડર અને પ્રાણીઓની ચામડીમાંથી મળતા ખાસ પદાર્થ મળી જીલેટીન બનાવાય છે. જેમાં કેપ્સુલ, શેલ એટલે કે જેની અંદર દવા હોય છે તેના બનાવામાં જરૂરી છે. આથી ખાસ કરીને શુદ્ધ શાકાહારી માટે આ પ્રકારની કેપ્સુલ વ્રજય બને છે પણ હવે તેનો વિકલ્પ પણ મળી ગયો છે. ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટે સી.વીડ જે સમુદ્રમાં ઉગતી એક વનસ્પતિ છે તેનાથી જીલેટીન બનાવવા માટે વૈકલ્પિક પદાર્થ મેળવી લીધા છે અને તે ભવિષ્યમાં આ પ્રકારની કેપ્સુલ નિર્માણમાં ખૂબજ ઉપયોગી બનશે તથા પ્રાણીઓના હાડકા તથા ચામડીમાંથી જે પદાર્થ લેવામાં આવે છે તેનો વિકલ્પ પણ બની જશે.
આ પ્રકારના કેપ્સુલ, કવચ, કેશેલ માટે છેક 2006થી આ રીસર્ચ ઈન્સ્ટીટયુટ કામ કરતી હતી અને જીલેટીન બનાવવામાં ઉપયોગી મહત્વના ઘટક કેરેજેન અને બેલ્જીનેટ આ સમુદ્રી વનસ્પતિમાંથી મેળવ્યા છે અને 2010માંજ આ પ્રકારે તેમાંથી જીલેટીન આધારીત કેપ્સુલ શેલનું નિર્માણ કર્યુ હતું પણ તે ખૂબ જ ખર્ચાળ સાબીત થયું હતું જે પ્રતિ કેપ્સુલ 25થી75 પૈસાનો ખર્ચ થતો હતો જે હાલની જે જીલેટીન આધારીત શેલ બને છે તેના ફકત 2 પૈસાના ખર્ચ સામે અત્યંત ઉંચો હતો. સૌથી મહત્વનું એ છે કે આ પ્રકારના શેલ એ ઝડપથી પીગળી જાય તેવા અને તેમાં ટેસ્ટલેસ- પ્રોટીન હોવું જરૂરી છે અને તે કોઈ રંગ વગરના હોય તે પણ મહત્વનું છે. નહીતર આ શેલ શરીરમાં જઈને હાનીકારક બની શકે છે
અને તેથી જ ફાર્મા કંપનીમાં આ પ્રકારની સમુદ્રી વનસ્પતિ આધારીત કેપ્સુલ શેલમાં રસ ધરાવતી ન હતી પણ હવે આ રીસર્ચ ઈન્સ્ટીટયુટે વર્ષોની મહેનત બાદ સસ્તા પડે તે રીતે સી-વીડ આધારીત જીલેટીન નિર્માણમાં સફળતા મેળવી છે અને હવે તેના કોમર્શિયલ પ્રોડકશનની માટે વાટાઘાત ચલાવે છે. ઈન્સ્ટીટયુટના સિનીયર પ્રિન્સીપાલ વૈજ્ઞાનિક ડો. કમલેશ પ્રસાદના જણાવ્યા મુજબ તેઓએ આ પ્રકારના હાથેથી નિર્મિત કેપ્સુલ શેલ તૈયાર કર્યા છે પણ તેનું ખાસ પ્રોડકશન તો મશીન મારફત જ થઈ જશે જે માટે બે ફાર્મા કંપનીઓ સાથે વાતચીત થઈ રહી છે. હવે તેઓએ આ શાકાહારી કેપ્સુલ શેલની કિંમત પણ પ્રાણી આધારીત ઘટકોમાંથી નિર્માણથી કેપ્સુલ શેલ જેટલી જ રહે તે નિશ્ર્ચિત કર્યુ છે. ફકત તેના માસ પ્રોડકશન માટે ટેકનોલોજી જરૂરી છે.