ભારત

U.C.C. મુદે સોમવારે કેન્દ્રીય કેબીનેટની મહત્વની બેઠક

બહુ ગાજી રહેલા યુનિફોર્મ સીવિલ કોડની દિશામાં વધુ એક કદમ

આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ તથા 2024ની લોકસભા ચૂંટણી પુર્વે હવે સરકાર-સંગઠન અને નવા નિર્ણયો ભણી ધસમસી રહેલી મોદી સરકારની આવતીકાલની કેન્દ્રીય કેબીનેટની બેઠક નિર્ણાયક બને તેવા સંકેત છે. કાલે બપોરે 4 વાગ્યે મળનારી બેઠકમાં ખાસ કરીને સમાન નાગરિક ધારા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગું કરવા માટેનો ખરડા પર કેબીનેટમાં ચર્ચા થશે. જેમાં ખાસ કરીને લો-કમીશનના સભ્યો તથા બંધારણીય-કાનુની નિષ્ણાંતોને પણ ખાસ હાજર રહેવા જણાવાયું છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ પુર્વે આજે સમાન નાગરિક ધારા અંગેની સંસદીય સમીતીની બેઠક મળી રહી છે જેમાં આ નવા કોડના મુત્સદા અંગે પણ ચર્ચા થશે અને તે પછી એક ખરડાના સ્વરૂપમાં સંસદમાં રજૂ કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ કાલની કેબીનેટ બેઠકમાં આ મહત્વનો એજન્ડા છે

અને સંસદના નવા ભવનમાં મળનાર આ સત્ર તા.20 જુલાઈથી 11 ઓગષ્ટ કે તેની આસપાસના સમય સુધી ચાલશે. કાલથી બેઠક કાઉન્સીલ ઓફ મીનીસ્ટર્સ તરીકે બોલવી છે તેની વર્તમાન કેબીનેટની આ આખરી બેઠક હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ યુસીસી ખરડો ફરી એક વખત સંસદીય સમીતીને વધુ વિચારણા માટે મોકલી શકાય છે. મોદી સરકાર તે લાગુ કરવાની ઉતાવળમાં નથી અને પ્રથમ તબકકાવાર ભાજપ શાસનના રાજયો લાગુ કરે અને પછી તે કેન્દ્રીય કાનૂન તરીકે લાગુ થાય તેવી શકયતા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button