ગુજરાત
ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ, હિમાંશુ પંડ્યાની ટર્મ પૂર્ણ થતાં નીરજા ગુપ્તાની કરાઈ પસંદગી
ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ; હિમાંશુ પંડયાની ટર્મ પૂર્ણ થતાં આજે નીરજા ગુપ્તાની નવા કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ છે

ગુજરાત યુનિવર્સિટીમાં હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકે ટર્મ પૂરી થતા નવા કુલપતિની નિમણૂંક કરાઈ છે. નીરજા ગુપ્તાને યુનિવર્સિટીના કુલપતિ બનવવામાં આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીની સ્થાપના થયાને 73 વર્ષ જેટલો સમય થયો છે જે બાદ પ્રથમવાર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પ્રથમવાર મહિલા કુલપતિ નીમાયા છે.
100થી વધુ ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરી હતી
અત્રે તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીના કુલપતિના પદ માટે સર્ચ કમિટીએ એક જાહેરાત બહાર પાડી હતી તેમજ અરજી મંગાવી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે 100થી વધુ ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરી હતી અને જેમાં 60 જેટલી યોગ્ય ઠેરી હતી. જે બાદ સ્ક્રુટી કરવામાં આવી હતી અને જે બાદ નીરજા ગુપ્તાના નામ પર અંતિમ મ્હોર લાગી છે.
Poll not found