જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો
જૂનાગઢમાં જળબંબાકાર, સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો

રાજ્યમાં ચોમાસાનો પહેલો વરસાદ આફત બની તૂટી પડ્યો હોય તેવા દ્રશયો ગુજરાતમાં સામે આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢમાં સતત ત્રીજે દિવસે ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફલો થયો
જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ હસ્નાપુર ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 1 અને 2 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને લઈ જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે. ત્યારે વરસાદને પગલે વંથલી, માંગરોળ અને માધવપુરના 50 થી વધુ ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદ
જૂનાગઢમાં 36 કલાકમાં 18 થી 20 ઈંચ વરસાદ
વિસાવદરમાં 20 ઈંચ
મેંદરામાં 12 ઇંચ
ભેસાણ 14 ઇંચ
વંથલી 15 ઇંચ