જાણવા જેવું

દેશના 9 કરોડ લોકો આવકના 10% તબીબી ખર્ચમાં વાપરે છે

3 કરોડથી વધુ આવકના 25% હોસ્પીટલો-તબીબોના ચકકરમાં ખર્ચે છે: 40 કરોડ લોકો પાસે હજું કોઈ આરોગ્ય ખર્ચમાં કોઈ નાણાકીય સુરક્ષા નથી

દેશમાં રાજસ્થાન સરકારે ‘રાઈટ ટુ હેલ્થ’ એટલે કે દરેક લોકોને ખુદના આરોગ્ય માટે સરકારી સેવા મેળવવાનો અધિકાર છે અને રાજય સરકાર તે આપશે તો રાષ્ટ્રીય દ્રષ્ટિએ કેન્દ્રની મોદી સરકારે હવે આયુષ્યમાન-આરોગ્ય યોજના હેઠળ રૂા.10 લાખ સુધીની આરોગ્ય સારવાર લોકોને સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં મળે તે સુનિશ્ચિત કર્યુ છે તેમ છતાં ભારતીયોના આરોગ્ય પ્રત્યેનો ખર્ચ પણ વધતો જાય છે.

હાલમાંજ થયેલા એક સર્વેમાં જણાવ્યું છે કે 9 કરોડથી વધુ ભારતીયો તેની માસીક આવકના 10% કે તેથી વધુ રકમ આરોગ્ય સેવા માટે ખર્ચ કરે છે તો 3 કરોડથી વધુ તો તેવા લોકો છે જેને તેની માસીક ખર્ચી શકાય તેવી આવકના 25 ટકા સુધીનો ખર્ચ આરોગ્ય પાછળ કરવો પડે છે અને તેમાં કેરળમાં લોકો આરોગ્ય સામે વધુ જાગૃત થયા છે કે પછી તેઓનું આરોગ્ય કથળ્યુ છે પણ આરોગ્ય માટે માર્ચમાં કેરળ દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

રાષ્ટ્રીય દ્રષ્ટિએ આરોગ્યમાં કાયમી જળવાઈ રહે તેવા હેતુ સાથેની યોજના કેન્દ્ર સરકારે તૈયાર કરી છે જેમાં લોકો આરોગ્ય પાછળ કયારે ખર્ચ કરે છે તેના અભ્યાસના આધારે ભવિષ્યની આરોગ્ય સેવાઓ અંગે વધારાના આયોજન થઈ જાય છે જેમાં કેરળ સતત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

તો ગુજરાત દેશનું અગ્રણી રાજય હોવા છતાં પણ છેક 20માં ક્રમે છે. 2017-18ના આંકડા મુજબ બાળકના 10% કે તેથી વધુ ખર્ચ કરવામાં 25 લાખ ગુજરાતીઓ હતા જો હવે 2022-23માં 43 લાખ થયા છે અને 25% કે તેથી વધુ ખર્ચ કરનારામાં 2017-18ના 8 લાખ ગુજરાતીઓ તે વધીને 11 લાખ થયા છે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશ સહિતના રાજયો આવે છે.

જૂન 2021ના રિપોર્ટ મુજબ નીતિ આયોગે સ્વીકાર્યુ કે દેશના 30% લોકો પાસે આરોગ્ય સંબંધી ખર્ચમાં કોઈ સુરક્ષા નથી. વાસ્તવમાં આરોગ્ય પાછળના ખર્ચમાં દવા તથા હોસ્પીટલોના વધતા જતા ખર્ચનો પણ સમાવેશ થાય છે. સરકારે અનેક આવશ્યક દવાઓના ભાવમાં મર્યાદા બાંધી છે પણ તે ભાગ્યેજ અસરકારક છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button