વરસાદી તાંડવ ભેંસાણમાં સવારે બે કલાકમાં સાડા પાંચ ઈંચ
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જુનાગઢ, જામનગર, કચ્છ સહીતનાં કેટલાંક ભાગોમાં વરસાદી તાંડવની હાલત યથાવત રહી છે

ઘેડના ગામડાઓનો વાહનવ્યવહાર ખોરવાયો: એસટીને પણ અસર: વ્યાપક ખાના-ખરાબી: જુનાગઢમાં વધુ સવા ઈંચ
અને સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો. દુકાનો મકાનોમાં પાણી ઘુ જતાં નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની ફરજ પડી હતી. આ સિવાય ભેસાણમાં 8 ઈંચ વરસાદ હતો.અમરેલી જીલ્લો પણ નિશાન બન્યો હોય તેમ બગસરામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબકયો હતો. અમરેલીમાં પણ ધોધમાર પાંચ ઈંચ વરસાદ હતો.જુનાગઢ જીલ્લામાં આજે પણ વરસાદી તાંડવ ચાલુ રહ્યુ હોય તેમ સવારે 6 થી 8 માં ભેસાણમાં બે કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે. જુનાગઢ શહેરમાં સવા ઈંચ, માંગરોળમાં એક, ઈંચ વરસાદ હતો.
આ સિવાય સવારે બે કલાકમાં અમરેલીના બગસરામાં સવા ઈંચ, ભાવનગરના મહુવામાં સવા ઈંચ, ઉનામાં, માંગરામ, રાજુલામાં એક-એક વરસાદ થયો હતો. સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જુનાગઢ-જામનગર જીલ્લામાં હાલત ખરાબ રહ્યું છે. વરસાદી આફત ધીમી થતી ન હોય તેમ ભેંસાણમાં બે કલાકમાં જ 133 મીમી વરસાદ ખાબકયો હતો. અતિ ભારે વરસાદને પગલે ઘેડ પંથકમાં માર્ગો જળમગ્ન થયા હતા. સંખ્યાબંદ ગામડાઓનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.
કચ્છ-જુનાગઢ તથા જામનગરમાં એનડીઆરએફની એક-એક ટીમો મોકલાઈ: જામનગરમાં બે બાળકો સહિત 4ના મોત; એક લાપતા: જસદણના જસાપરમાં એક યુવક ડુબી ગયો
એસટી વ્યવહારને પણ અસર થઈ હતી. બીજી તરફ જામનગરમાં વરસાદી દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ચારના મોત થયા હતા. રણજીતસાગરમાં સેલ્ફીના ચકકરમાં પિતા-પુત્ર ડુબી ગયા હતા. ધુંવાવમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં ખાડામાં ડુબી જતા 3 વર્ષની બાળકી તથા ગુલાબનગરમાં વરસાદી પાણીમાં નહાવા પડેલા બે બાળકો ડુબી ગયા હતા. એકનો મૃતદેહ મળ્યો હતો. બીજાની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.જસદણ જસાપરમાં ભાદર નદીમાં નહાવા પડેલા યુવાનનું મોત થયુ હતું. બીજી તરફ વરસાદી આફતમાં રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફની ત્રણ ટીમોને કચ્છ, જામનગર તથા જુનાગઢમાં મોકલવામાં આવી છે.