જાણવા જેવું

એચડીએફસી બેન્ક વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક બનશે

મર્જ કંપનીની માર્કેટ કેપ 172 અબજ ડોલર: ભારતમાં રિલાયન્સ પછીની સૌથી મૂલ્યવાન કંપની બનશે

એચડીએફસી લિમિટેડનું એચડીએફસી બેન્કમાં મર્જર 1 જુલાઈથી અમલી થશે. આ સાથે જ તે વૈશ્વિક બેન્કોની હરોળમાં આવી જશે અને વિશ્વની સૌથી મૂલ્યવાન બેન્કો પૈકી એક બનશે અને અમેરિકા તથા ચીનની જાયન્ટ બેન્કોને પડકારશે. તે મોર્ગન સ્ટેન્લી, એચએસબીસી સહિતના જાયન્ટ ગ્રુપ કરતાં પણ આગળ નીકળી જશે.

એચડીએફસી બેન્ક અને એચડીએફસીના મર્જર સાથે એક ફાઈનાન્શિયલ પાવરહાઉસ બનશે જે ઈક્વિટી માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક બનશે. જેપી મોર્ગન ચેઝ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના (આઈસીબીસી) અને બેન્ક ઓફ અમેરિકા એ ત્રણ જ બેન્ક તેનાથી મોટી છે.

દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં 40 અબજ ડોલરનું આ સૌથી મોટુ મર્જર છે જેની ગત વર્ષે 4 એપ્રિલે જાહેરાત થઈ હતી. મર્જ્ડ એન્ટિટીનું કદ 172 અબજ ડોલરનું થશે અને લાખો ગ્રાહકો તથા શરેધારકો પર તેની સકારાત્મક અસર થશે. મર્જ્ડ એન્ટિટીનો કુલ એસેટ બેઝ રૂ।.18 લાખ કરોડનો થશે.

નવી એચડીએફસી બેન્કના કુલ અંદાજે 12 કરોડ જેટલા વ્યક્તિગત ગ્રાહકોનો બેઝ બનશે જે સંખ્યા જર્મનીની કુલ વસતી કરતાં વધારે છે. વળી, તેનું બ્રાન્ચ નેટવર્ક વધીને 8300નું થઈ જશે અને તેના કર્મચારીઓની સંખ્યા 1,77,000 થઈ જશે.

માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિ એચડીએફસી બેન્કનું કદ એચએસબીસી હોલ્ડિંગ્સ અને સિટિગ્રુપ કરતાં મોટુ થઈ જશે. ભારતમાં પણ તે એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક કરતાં આગળ નીકળી જશે.

મેકોરી ગ્રુપના ભારત ખાતેના બ્રોકરેજ યુનિટના ફાઈનાન્શિયલ સર્વિસીઝ રિસર્ચ હેડ સુરેશ ગણપતિએ કહ્યું હતું કે, વિશ્વમાં એવી બહુ ઓછી બેન્કો છે જેનું કદ આટલું મોટુ છે અને તેમ છતાં ચાર વર્ષના ગાળામાં કદ ડબલ થવાનો વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું કે એચડીએફસી બેન્ક 18-20 ટકા ગ્રોથ દર્શાવે તેવી શક્યાત છે અને બ્રાન્ચ નેટવર્ક આગામી ચાર વર્ષમાં ડબલ કરવાનો તેનો ટારગેટ છે.

એચડીએફસી બેન્ક અન્ય બેન્કોની સરખામણીમાં સતત આઉટપરફોર્મર બની રહી છે અને સતત ડિપોઝીટ્સ આકર્ષી રહી છે. મર્જરને કારણે તેનો ડિપોઝીટ બેઝ વધશે. મહત્વની બાબત એછેકેએચડીએફસી લિમિટેડના 70ટકા ગ્રાહકો એચડીએફસી બેન્કના ખાતેદાર નથી. બીજી તરફ એચડીએફસી બેન્કના માત્ર બે ટકા ગ્રાહકો જ એચડીએફસીની લોન ધરાવે છે. આથી આ સિનર્જીનો બન્નેને સારો એવો ફાયદો થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button