ટેકનોલોજી
એપ્પલનું માર્કેટ કેપ 3 લાખ કરોડ ડોલરને પાર દુનિયાની સૌથી મુલ્યવાન કંપની બની
વિશ્વની નંબર વન સ્માર્ટફોન કંપની એપ્પલ એ અમેરિકી શેરબજાર વોલસ્ટ્રીટના ઈતિહાસમાં 3 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની છે અને દુનિયાની સૌથી વધુ મુલ્યવાન કંપની પણ બની છે.

વિશ્વની નંબર વન સ્માર્ટફોન કંપની એપ્પલ એ અમેરિકી શેરબજાર વોલસ્ટ્રીટના ઈતિહાસમાં 3 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની છે અને દુનિયાની સૌથી વધુ મુલ્યવાન કંપની પણ બની છે.
ગઈકાલે ન્યુયોર્ક સ્ટોક એકસચેંજમાં એપ્પલના શેરનો ભાવ 191 .34 ડોલર નોંધાયો હતો અને કંપનીના 15.7 બીલીયન શેર ફલોટીંગ છે જે મુજબ તેનું કુલ માર્કેટ કેપ 3 લાખ કરોડ ડોલરને પાર કરી ગયું છે.
તેઓએ અગાઉ 3 જાન્યુઆરી 2022ના ઈન્ટ્રા ડે ટ્રેડીંગમાં આ સિમાચિહન વટાવ્યુ હતું પણ બાદમાં તુર્તજ તેના શેરનો ભાવ ઘટી ગયો હતો પણ તે પ્રકારે સતત ત્રીજા દિવસે ઉંચા ભાવે બંધ રહેવામાં સફળ રહ્યો છે. એપ્પલે આ માટે જ તેના મહત્વાકાંક્ષી એપ્પલ વિઝન પ્રો લોન્ચ કર્યુ છે. જે આગામી વર્ષે વેચાણમાં મુકાશે. આ વર્ષે એપ્પલના શેરના ભાવ 46% વધ્યા છે.
Poll not found