ટેકનોલોજી

જિયોએ સૌથી સસ્તો ઈન્ટરનેટ રેડી 4-જી ફોન લોંચ કર્યો

આ ફોનની કિંમત છે 999 રૂપિયા

આ ફોનની કિંમત છે 999 રૂપિયા

જિયોએ સસ્તો ઈન્ટરનેટ રેડી 4-જી ફોન લોંચ કર્યો છે.જિયો ભારતમાં વી-2 નામના આ ફોનનો ભાવ 999 રૂપિયા છે.મહિનાનો ઈન્ટરનેટ પ્લાનનો ભાવ 123 રૂપિયા રખાયો છે.આ સાથે રીલાયન્સે જણાવ્યું છે કે તે જિયો ભારત પ્લેફોર્મ લાવી રહ્યું છે.જેના પર બીજી કંપનીઓ પણ 4-જી ફોન બનાવી શકે છે.

રીલાયન્સનું કહેવુ છે કે કાર્બને આ ફોન પર કામ શરૂ પણ કરી દીધુ છે. જિયોનો દાવો છે કે આ નવા ફોનના જોરે તે 10 કરોડથી વધુ ગ્રાહક જોડી લેશે. તેના કહેવા મુજબ આ ઈન્ટરનેટ પર કામ કરનાર સૌથી સસ્તો ફોન છે.

123 રૂપિયાનો ઈન્ટરનેટ પ્લાન 28 દિવસની વેલીડીટી સાથે આવશે.ગ્રાહકોને દરરોજ અડધો જીબી ડેટા અપાશે એટલે કે મહિનાનો 14 જીબી જીયો ભારતમાં વી-2, યુપીઆઈ પણ હશે. આ ફોનનો વાર્ષિક પ્લાન પણ છે.જેમાં ગ્રાહકો 1234 રૂપિયા આપવા પડશે.

રીલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ છેકે, ભારતમાં હજુ પણ 25 કરોડ મોબાઈલ ફોન યુઝર 2-જીમાં ફસાયેલ છે અને ઈન્ટરનેટ સુવિધાનો લાભ નથી લઈ શકતા જયારે આજે દુનિયા 5-જી પર આવીને ઉભી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button