ભારત
2024 પહેલા ભાજપમાં મોટો ફેરફાર, આ ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાયા
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સતત ત્રિજી વખત ભાજપ સત્તામાં આવની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફેરફાર કર્યો છે. ભાજપે પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય બાબુલાલ મરાંડીને ઝારખંડની કમાન સોંપવામાં આવી છે. પૂર્વ સાંસદ સુનીલ જાખડ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તેમને ભાજપ પાર્ટીએ પંજાબની કમાન સોંપી છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અને સાંસદ જી કિશન રેડ્ડીને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
Poll not found