મહારાષ્ટ્ર
અજીત પવારે નાણા-સિંચાઈ-ઉર્જા-સહકાર મંત્રાલય માંગ્યું શિંદે જુથે ખુલ્લો વિરોધ કર્યો

મહારાષ્ટ્રમાં એનસીપીમાં બળવા પછીની નવી સરકારની રચના બાદ હવે ખાતાઓની વહેચણીમાં શિંદે જૂથ અને અજીત પવાર જુથ વચ્ચે હવે ખુલ્લેઆમ ખેચતાણ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આજે કેબીનેટની બેઠક પુર્વે જ તેઓને નાણા-સિંચાઈ-ઉર્જા તથા સહકાર મંત્રાલયની માંગ કરી હતી
પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાણામંત્રાલય સોપવાનો વિરોધ કરતા કહ્યું કે ભૂતકાળમાં અજીત પવારે ભંડોળની વહેચણીમાં અસમાનતા દર્શાવી છે અને તેથી તેઓને નાણા ખાતુ સોપી શકાય નહી તો સિંચાઈ વિભાગમાં અજીત પવારના રૂા.600 કરોડના કૌભાંડ મુદે થયો હતો અને ખુદ હાલના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ જયારે રાજયના મુખ્યમંત્રી હતા
તે સમયે કર્યો હતો તેથી તેમાં હવે ફરી સિંચાઈ વિભાગ અજીત પવારને સોપવા તૈયાર નથી. આમ ખાતાની વહેચણીમાં અજીત પવારની જ આગળ વધી શકાયું નથી. જયારે ભાજપે ચાલાકીપૂર્વક આ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો વિશેષાધિકાર હોવાનું પોતાના આ વિવાદથી દૂર રાખીને બંને જૂથો બાખડે તેવો ખેલ નાખ્યો છે.
Poll not found