ટમેટાનાં ભાવ કેમ ઘટે?‘આઈડીયા’ મેળવવા સરકારે ‘હેકેથોન’ લોન્ચ કરી
ટમેટામાં હજુ ત્રણ મહિના સુધી સ્થિતિ નોર્મલ થાય તેમ નથી

આટા સહિતના શાકભાજીના ભાવમાં જોરદાર ભાવ વધારાથી દેશભરમાં ઉહાપોહ છે.ટમેટાને લાગેવળગે છે ત્યાં સુધી હજુ ત્રણેક મહિના સુધી ભાવમાં રાહત મળે તેમ નથી. ગુજરાત સહીત સમગ્ર દેશમાં ટમેટાનો કિલોનો ભાવ 100 થી વધુના સ્તરે પહોંચ્યો છે. આ સિવાય કોથમરી-મરચા વગેરેના ભાવમાં પણ ધરખમ ભાવ વધારો છે.
ટમેટા-શાકભાજીમાં ત્રણ મહિનામાં જ ચિત્ર ઉંધુ થઈ ગયુ છે. માર્ચ-એપ્રિલમાં જંગી આવકથી ભાવ તળીયે હતા.ત્યારબાદ કમોસમી વરસાદ વાવાઝોડાથી ઉત્પાદનને નુકશાન થયુ હતું.હવે માલની અછત છ અને હવે ભાવમાં રાહત મળવામાં ત્રણેક મહિના લાગી શકે છે.ટમેટાનાં ઉંચા ભાવ સામે તામીલનાડુ જેવી સરકારોએ હસ્તક્ષેપ કર્યો છે.
મહારાષ્ટ્રમાં પણ આવી માંગ શરૂ થઈ છે. 2013 માં સમાન હાલત વખતે સસ્તા અનાજની દુકાનોએથી વિતરણ શરૂ કરાવવામાં આવ્યું છે. દરમ્યાન કેન્દ્ર સરકારે ટમેટાનાં ભાવને નિયંત્રણમાં લેવા માટે આઈડીયા સુચવવા માટે કેન્દ્ર સરકારે ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ હેકેથોન’લોંચ કરી છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ સંશોધકો, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, વ્યવસાયીકો, અને એમએસએમઈ પાસથી આ મામલે સુચનો માંગવામાં આવ્યા છે. વ્યાજબી ભાવો મળે અને સપ્લાય ચેઈન નોર્મલ કરવાનો ઉદેશ્ય છે.