દિલ્હીની તીસ હજારી કોર્ટ પરિસરમાં ફાયરીંગ બે વકીલોનાં જુથ વચ્ચે પથ્થરમારો નાસભાગ
પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગોળીબારની ઘટના પીએસ સબજી મંડીમાં નોંધાઈ હતી

દિલ્હીની તીસ હજારી કોર્ટ સંકુલમાં બપોરે લગભગ 1.35 વાગ્યે વકીલોના બે જૂથો વચ્ચે કોઈ મુદ્દે થયેલી દલીલ ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગઈ. બંને જૂથો સામસામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણમાં ઇંટો, પથ્થરો અને લાકડીઓનો ઉગ્ર ઉપયોગ કરવામાં આવ્યો હતો સાથે હવામાં ફાયરીંગની ઘટના સામે આવી છે.
પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગોળીબારની ઘટના પીએસ સબજી મંડીમાં નોંધાઈ હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે વકીલોના બે જૂથોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. હાલ સ્થિતિ સામાન્ય છે. બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના પ્રમુખ કેકે મનને તીસ હજારી કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટનાની નિંદા કરી છે.
કાઉન્સિલ ઓફ દિલ્હીના અધ્યક્ષ કેકે મનને એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું- આ ઘટના કેમ બની? આ બધામાં કોણ કોણ સામેલ હતા? તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હથિયારનું લાઇસન્સ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે. શસ્ત્રો લાયસન્સ ધરાવતા હોવા છતાં, કોર્ટ પરિસરમાં અથવા તેની આસપાસ કોઈપણ વકીલ અથવા અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે નહીં.કોર્ટ પરિસરમાં ફાયરિંગની ઘટનાનો વીડિયો ફૂટેજ સામે આવ્યો છે. વકીલોના બે જૂથ આમને-સામને હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ફૂટેજમાં બંને જૂથના વકીલો વચ્ચે ઈંટો અને પથ્થરોનો મારો ચાલી રહ્યો છે. વકીલો સ્પષ્ટપણે એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. વકીલોનું એક જૂથ બીજા જૂથ પર લાકડીઓ વડે હુમલો કરતું જોવા મળે છે. બે જૂથો વચ્ચેની લડાઈમાં યુવા વકીલો ભૂમિકા ભજવતા જોવા મળે છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ શરૂ છે. આ ઘટનાને પાર્કિંગ વિવાદ સાથે કોઇ લેવા દેવા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.