ઈકોનોમી

શેર બજારમાં ચારેયકોર ખરીદી જ ખરીદી, સેન્સેક્સ-નિફ્ટી લાઈફ ટાઈમ હાઇ, 65,800 પર બંધ રોકાણકારોએ આ શેરોમાં કરોડો બનાવ્યા

શેરબજારમાં ગુરુવારે ફરી એકવાર રેકોર્ડ સર્જાયો

શેરબજારમાં ગુરુવારે ફરીએકવાર રેકોર્ડ સર્જાયો,સેન્સેક્સ 65,754,12 અને નિફ્ટીએ 19472 પર પહોંચીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. શરૂઆત નબળી થયા બાદ 10.10 વાગ્યે શેર બજારની ગાડી તેજીના પાટા પર આવી ગઇ. એ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના જોરે સેન્સેક્સ 137 અંકની બઢત સાથે 65583ના સ્તર પર પહોંચી ગયો. બીજી બાજુ નિફ્ટીએ 50 પણ 51 અંકની તેજની સાથે 19450ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો હતો.

શેર બજારમાં ગુરુવારે નિચલા સ્તરથી રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. વધુ ખરીદારીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યું છે. BSE Sensex પ્રથમવાર 65,832 અને Nifty 19,512 સુધી પહોંચ્યા છે. બજારમાં આવેલી તેજી પાછળ જવાબદાર રિયલ્ટી, PSU બેંકિંગ સ્ટોક્સ સૌથી આગળ રહ્યાં હતા. Niftyમાં Apollo Hospitalsના શેર ટોપ ગેનર રહ્યાં હતા. ભારતીય શેર બજારબુધવારે સુસ્તી સાથે બંધ થયું હતું જો કે ગુરુવારે લીલા રંગના આંકડા જોવા મળતાં રોકાણકારોમાં હરખની હેલી જોવા મળી હતી.

શેર બજારમાં રેકોર્ડબ્રેક ઉંચાઇ પાછળ શું છે કારણ  

શેર બજારમાં આવેલી તેજી પાછળ નિષ્ણાતોએ અનેક ફેક્ટર જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જેમાં ભારતીય શેર બજારમાં સતત વિદેશી નિવેશ આવી રહ્યું છે. ઓગસ્ટ 2022 બાદ જુન 2023માં સૌથી વધુ 47,148 કરોડનું વિદેશી રોકાણ થયું છે. તો અમેરિકામાં આવેલી તેજીની અસર પણ ભારતીય બજારમાં જોવા મળી રહી છે. તો દેશમાં GST ક્લેક્શન જુનમાં વધીને નવો રેકોર્ડ બન્યો છે, તેનાથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે. સરકારને 1.61 લાખ કરોડ રૂપિયાની GST ક્લેક્શન થયું છે.ઉલ્લેખનીય છે કે બુધવારે શેર બજારની સ્થિતિ સૂસ્ક રહી હતી. બીએસઇ સેંસેક્સમાં 33 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. તો એનએસઇ નિફ્ટીએ  9 અંકના સામાન્ય ઉછાળા સાથે ટોચ પર પહોંચીને બંધ થયું હતું.

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button