સૌરાષ્ટ્ર – કચ્છ

રાજકોટમાં જન્મદિવસના સેલિબ્રેશનમાં કેકની જગ્યાએ મોંઘા ટામેટા કાપીને ઉજવણી કરાઈ

ટમેટાના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે

કેકની જગ્યાએ ટામેટા કાપ્યા
હાલમાં ટામેટાના ભાવ માર્કેટમાં આસમાને પહોંચી ગયા છે. એક સમયે 10-20 રૂપિયા કિલો મળતા ટામેટા અત્યારે 150 રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યા છે. એવામાં ધોરાજીમાં એક યુવતીના બર્થડેમાં કેક નહીં પરંતુ ટામેટા કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ વાત તો એ છે કે જન્મદિવસમાં આવનારા સગા-વહાલા તથા પાડોશીઓએ પણ ભેટમાં કિંમતી ટામેટા આપ્યા હતા. ધોરાજીમાં ટમેટાનો ભાવ 150 થી 200 રૂપિયા એક કિલાનો ભાવ છે, ત્યારે શાકભાજી વેપારીઓ એવું જણાવે છે કે, વધુ પડતા વરસાદને કારણે ટામેટાના પાકમાં નુકસાન ગયું છે અને તેને લીધે આવક ઓછી છે. તેથી ભાવમાં વધારો આવ્યો છે.

ગિફ્ટમાં પણ ટામેટા અપાયા
જન્મદિવસની શુભેચ્છા આપતા પરિજનોએ જણાવ્યું હતું કે, શિયાળામાં જે ટામેટા 10 રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા. એ જ ટમેટા આજે બજારમાં 150 થી 200 રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે. મોંઘવારીની માજા તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે. રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ટમેટાના ભાવમાં તોતિંગ વધારાને લઈને સામાન્ય પરીવાર, મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો. એવામાં ધોરાજીના પરિવાર દ્વારા ટામેટાની કેક કાપીને અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button