મહારાષ્ટ્ર

સ્કૂલમાં ગર્લ્સ ટોઈલેટમાં લગાવાયા CCTV, હિન્દુ સંગઠનોએ પ્રિન્સિપાલને દોડાવી દોડાવીને માર માર્યો

પુણેની એક શાળામાં છોકરીઓના ટોયલેટમાં સીસીટીવી કેમેરા લગાવવાનો મામલો સામે આવ્યો છે

શાળાના આચાર્યનો પીછો કરીને માર માર્યો
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ડીવાય પાટીલ સ્કૂલમાં પહોંચ્યા અને હંગામો શરૂ કર્યો અને પ્રિન્સિપાલને દોડાવી દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ પર પણ ભણાવવા કરતાં ખ્રિસ્તી ધર્મનો વધુ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે હિન્દુ તહેવારોના દિવસે બાળકોને રજા આપવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

છોકરીઓના વોશરૂમમાં સીસીટીવી
તાલેગાંવની ડી.વાય.પાટીલ શાળાની ગણના પ્રતિષ્ઠિત શાળાઓમાં થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જૂન મહિનામાં રજાઓ દરમિયાન છોકરીઓના વોશરૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ્યારે છોકરીઓ શાળાએ ગઈ ત્યારે તેઓએ વોશરૂમમાં કેમેરા લગાવેલા જોયા અને ઘરે જઈને તેમના માતા-પિતાને ફરિયાદ કરી.

આ મામલે પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી. મામલો સામે આવ્યા બાદ શાળા પ્રશાસને પ્રિન્સિપાલને લાંબી રજા પર મોકલી દીધા છે. હાલમાં શાળા પ્રશાસન દ્વારા ગર્લ્સ ટોયલેટમાંથી સીસીટીવી કેમેરા હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button