રાયપુરમાં મોદી ગજર્યા ગરીબનો દિકરો કયારેય પાછળ નહિં હટે
મોદીએ કોંગ્રેસને આડેહાથ લઈ પ્રહારો કર્યા: છતીસગઢનો કોંગ્રેસે એટીએમ તરીકે ઉપયોગ કર્યો છે,

વડાપ્રધાન મોદી આજે રાયપુરમાં વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ કટાક્ષ કર્યો હતો કે કોયલા માફીયા, ભુમાફીયા, રેત માફીયા, કોણ જાણે કેટ કેટલા માફીયા અહી ફુલીફાલી રહ્યા છે.અહી સુબાનાં મુખીયાથી માંડીને તમામ મંત્રીઓ, અધિકારીઓ પર કૌભાંડના ગંભીર આરોપો લાગતા રહ્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગંગાજીનાં ખોટા સોગંદ ખાય છે વાયદા કરીને ભુલી જાય છે.છતીસગઢમાં કોંગ્રેસે 36 વાયદા કર્યા હતા તેમાં એક હતો કે રાજયમાંથી દારૂબંધી લાગુ કરવામાં આવશે. એવુ પણ કહેવામાં આવે છે કે જે અનુસુચિત ક્ષેત્ર છે તેમને દારૂબંધીનો અધિકાર અપાશે પણ પાંચ વર્ષ પુરા થવા છતાં કંઈ નથી કર્યુ. મોદીએ કહ્યું કે જો ડર ગયા, વહ મોદી નહી હો શકતા, ગરીબનો દીકરો કોઈપણ હાલતમાં પાછળ નહિં હટે. વડાપ્રધાને વિપક્ષો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જેઓ કલંકીત છે તેઓ આજે એક સાથે આવવાની કોશીશ કરી રહ્યા છે.
જે લોકો એકબીજાને પાણી પી-પીને એકબીજાને કોસતા હતા તેઓ આજે સાથે આવવાના બહાના શોધી રહ્યા છે. દેશના દરેક ભ્રષ્ટાચારીઓએ કાન ખોલીને સાંભળી લેવુ પડશે કે જો ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદી ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે.મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારે છતીસગઢનાં ખેડૂતોને 1 લાખ કરોડથી વધુ આપ્યા છે. આ વર્ષે પણ અહીના ધાન ખેડુતોને 22 કરોડથી વધુ રૂપિયા અપાયા છે.