ભારત

ઉતરાખંડમાં ભારે વરસાદ: વાદળ ફાટતા 200 લોકો ફસાયા: બદરીનાથ હાઈવે બંધ

દેશમાં નૈઋત્યનું ચોમાસુ રંગ જમાવવા લાગુ છે અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ સાથે હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને બદરીનાથ હાઈવે પણ બંધ થયા છે.

દેશમાં નૈઋત્યનું ચોમાસુ રંગ જમાવવા લાગુ છે અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ સાથે હવામાન ખરાબ થતા અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને બદરીનાથ હાઈવે પણ બંધ થયા છે. ઉતરાખંડમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતા બદરીનાથ હાઈવે બંધ કરાયો છે.

છેલ્લા 10 દિવસમાં આ ચોથી વકત હાઈવે બંધ કરવાની ફરજ પડી છે તો રાજયના પીથોરાગઢ જીલ્લામાં ધારચુલામાં વાદળો ફાટવાના કારણે અત્યંત ભારે વરસાદથી નજીકના પુલ પણ તુટી પડીને પાણીમાં વહી જતા 200થી વધુ લોકો ફસાયા છે જેને ઉગારવા માટે એનડીઆરએફની ટીમોને રવાના કરવામાં આવી છે.

હિમાચલમાં પણ કામકા સોતલ હાઈવે પર વરસાદના કારણે ભેખડો ધસી પડતા વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા અને એક કાર દબાઈ ગઈ હતી. જો કે તેમાં પ્રવાસ કરતા લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે બાલતલ અને પહેલગામ બન્ને રૂટની અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 80 હજાર લોકો યાત્રામાં બર્ફાની બાબાના દર્શન કરી ચૂકયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button