ગુજરાત

ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં દોઢ વર્ષમાં 124 ટી.પી. સ્કીમ મંજૂર

આજથી ગાંધીનગરમાં યુ-20 સમિટ પૂર્વે શહેરી આયોજનનો નવો ચિતાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20 દેશોની એક વર્ષની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. આ એક વર્ષની અધ્યક્ષતા દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સમગ્ર ભારતમાં મીટિંગોનું આયોજન થઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે, શહેરીકરણ અને શહેરી સુવિધાઓને વિકસિત કરવી. આ માટે જી20ના સભ્ય દેશોના શહેરોના એક સંગઠન અર્બન ટ્વેન્ટી એટલે કે યુ20 ની રચના કરવામાં આવી છે.

આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં છઠ્ઠી યુ20 સમિટ યોજાઈ રહી છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે છઠ્ઠી યુ20ની યજમાની કરવાની તક વિશ્ર્વના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદને મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજે 7 થી 8 જૂલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહી છે, જેમાં વિવિધ દેશોના મેયર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઞ20 મેયોરલ સમિટમાં મુખ્યત્વે શહેરી સુશાસન માટેના માળખાની પુન:શોધ અને ડિજિટલ શહેરી ભવિષ્યને ઉત્પ્રેરિત કરવા, પર્યાવરણની જાળવણી માટે જવાબદારીપૂર્વકની વર્તણૂંકોને પ્રોત્સાહિત કરવી અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવી, ક્લાઇમેટ ફાઇનાન્સને વેગ આપવો, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થામાં ચેમ્પિયન થવું, વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ શહેરોના ભવિષ્યવાદી વિકાસ પર આધારિત છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં 124 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યમાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપે છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત ગુજરાતના 6 શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદની પસંદગી કરવામાં આવી હતી. આ મિશન અંતર્ગત પસંદ કરાયેલા છ શહેરોમાં રૂ.8963 કરોડના ખર્ચે કુલ 281 વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત સમગ્ર દેશમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમાંકે છે. ગુજરાત રાજ્ય આ મિશન અંતર્ગત પાંચમાં ક્રમાંકે છે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મજબૂત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ગુજરાતમાં મેટ્રો ટ્રેન દોડે તેવું સ્વપ્ન જોયું હતું અને અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હેઠળ આ સ્વપ્ન હકીકતમાં પલટાયું છે. તાજેતરમાં અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અંતર્ગત થલતેજથી વસ્ત્રાલ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગર રેલવે સ્ટેશનથી નવી વંદે ભારત ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો છે, જે ગાંધીનગરથી મુંબઈ ખાતે દોડી રહી છે. દેશની આ પહેલી એવી વંદે ભારત ટ્રેન છે, જે ‘કવચ’ ટેક્નીકથી સજ્જ છે અને દેશમાં જ વિકસિત થયેલી છે.

રાજ્ય સરકારે એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનનો પણ અત્યાધુનિક વિકાસ કર્યો છે. ભારત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ ‘ઉડાન’ યોજના હેઠળ રાજ્યના 9 એરપોર્ટ્સ પર 18 રૂટ દ્વારા હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટ ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેના માટે 924 હેક્ટરની જમીન સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવી છે.

રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓ તથા 156 નગરપાલિકાઓમાં વ્યક્તિગત શૌચાલયોની સેવા પૂરી પાડવામાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. સમગ્ર ભારતમાં શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્ય સૌપ્રથમ ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય જાહેર થયું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button