ભારત
તેલંગાણાના ભદ્રકાલી મંદિરમાં પૂજા-અર્ચના કરતા મોદી ગૌમાતાને ઘાસ ખવરાવ્યું
તેલંગાણાને રૂા.6100 કરોડના વિવિધ પ્રોજેકટની ભેટ રેલવે વેગન નિર્માણ એકમનો શિલાન્યાસ: દેશમાં હવે વિકાસ ઝડપી બન્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણામાં રૂા.6100 કરોડના અનેક પ્રોજેકટનો શુભઆરંભ કર્યો હતો તેમજ કાઝીપેટમાં રેલવેના વેગન નિર્માણ ફેકટરીનો શિલાન્યાસ કર્યો હતો તેમજ રૂા.500 કરોડના ખર્ચે એક વિશાળ પુલનું પણ ખાતમુર્હુત કર્યુ હતું. શ્રી મોદી આજે સવારે દિલ્હીથી હૈદરાબાદ પહોંચ્યા હતા અને બાદમાં તેઓ સીધા અહીના પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ મંદિરની ગૌશાળાની મુલાકાત લીધી હતી તેમજ ગાયોને ઘાસ ખવરાવ્યું હતું. મંદિરના પુજારીઓ દ્વારા વડાપ્રધાનનું પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. મોદીએ મંદિરમાં ભદ્રકાલી માતાની અર્ચના તેમજ પૂજન પણ કર્યા હતા.
Poll not found