ગુજરાત

બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જૂનાગઢનું આ ગામ બેટમાં ફેરવાયું, ઘરો-ખેતરો, મંદિર બધું પાણીમાં ડૂબી ગયું

રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભારે વરસાદ પડ્યો હતો.

આ અઠવાડિયે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયે પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદની પડી શકે છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી વરસાદનું જોર ઘટવાની પણ આગાહી કરી છે.

ગુજરાત પર 3 સિસ્ટમ એક્ટિવ
તો આ સાથે જ મંગળવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, ગુજરાત પર હાલ 3 જેટલી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે મેઘમહેર થઈ રહી છે. એવામાં આ સિસ્ટમો નબળી થતા વરસાદ વિરામ લેશે. જોકે આગામી સાત દિવસ વરસાદની સંભાવના છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button