બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે

ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થયા બાદ બીજા રાઉન્ડમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી. જો કે બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
સૌરાષ્ટ્રમાં સહિત આ વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. જો કે ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.
રાજસ્થાન પર જે લો પ્રેશર સિસ્ટમ હતી, તે હવે નબળી પડી ગઇ છે.જેના કારણે હવે આજે અને કાલે વરસાદનું જોર ઘટી જશે. જો કે છૂટછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને કેરળ સુધીના દરિયા કાંઠે પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે આગામી બે દિવસ બાદ પણ જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હવે વરસાદની જોર હવે ઘટશે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત દક્ષિણમાં હળવાથી સામાન્ય છૂટછવાયો વરસાદ રહેશે.