ટમેટા હવે થઇ જશે એકદમ સસ્તા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો
હાલ ટામેટા સામાન્ય નાગરિકો તો ઠીક પરતુ ઉચ્ચતમ મધ્યમવર્ગના લોકોની થાળીમાંથી પણ ગુમ થઇ ચુક્યા છે.

કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે નેશનલ એગ્રીકલ્ચરર્લ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર ફોરમને (ઇવીસીસીએફ) આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની માર્કેટોમાંથી ટમેટા ખરીદીને જે વિસ્તારમાં ભા વધારે હોય ત્યાં જથ્થો ઉતારવા માટે આદેશ અપાયો છે.
મંત્રાલયના નિવેદન અનુસાર હાલમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી ટામેટાનો પુરવઠ્ઠો આવી રહ્યો છે. દિલ્હી અને નજીકના શહેરોમાં હિમાચલ પ્રદેશ અને કર્ણાટકથી સ્ટોક મળી રહ્યો છે. મહારાષ્ટ્રથી ટુંક જ સમયમાં નવા પાકના આગમનથી અપેક્ષા છે. મધ્યપ્રદેશનું આગમન પણ શરૂ થવાની સંભાવના છે, આ સ્થળો પરથી આવ્યા બાદ ટમેટાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
હાલમાં સમગ્ર દેશમાં ટમેટાના ભાવ એટલી હદે બેકાબુ બન્યા છે કે, મોટી મોટી કંપનીઓએ પણ પોતાની ડિશમાંથી ટમેટા હટાવી દીધા છે. હાલ ટમેટાનો ભાવ સામાન્ય કરતા પાંચ ગણો તઇ ચુક્યો છે. સામાન્ય રીતે ટમેટા 40-50 રૂપિયે મળતા હોય છે. જો કે હાલમાં દેશના મુખ્ય વિસ્તારોમાં પણ 200 રૂપિયા કિલોના ભાવે ટમેટા મળે છે. જ્યારે આંતરિયાળ અને રિમોટ ગણાતા વિસ્તારોમાં ટમેટાના મનફાવે તે પ્રકારે ભાવ વસુલાઇ રહ્યા છે.



