ઈકોનોમી

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 65917 સુધી ઉછળ્યો

મજબૂત વૈશ્વિક સંકેતની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ટ્રેડિંગની શરૂઆત મજબૂત સ્થિતિ સાથે કરી છે.

 મજબૂત વૈશ્વિક સંકેતની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ટ્રેડિંગની શરૂઆત મજબૂત સ્થિતિ સાથે કરી છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. SENSEX માં 0.3% જયારે નિફટીમાં 0.4% ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આ અગાઉ ગુરુવારના સત્રના અંતે કારોબારની સમાપ્તિ સમયે BSE સેન્સેક્સ 165 પોઈન્ટના ઉછાળા સાથે 65,558 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30 પોઈન્ટના ઉછાળા સાથે 19,413 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.આ અગાઉના સત્રમાં સેન્સેક્સ 66,064.21 ની સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યો હતો.

  • SENSEX  : 65,775.49 +216.60 
  • NIFTY      : 19,493.45 +79.70 

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 2,237.93 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 13 જુલાઈના રોજ રૂ. 1,196.68 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.  આ વિગતો  નેશનલ સ્ટોક એક્સચેન્જ- NSE દ્વારા જાહેર કરાયેલ ડેટામાં સામે આવી હતી.

NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ

NSE એ હિંદુસ્તાન કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ, પંજાબ નેશનલ બેંક અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસને જાળવી રાખીને 14 જુલાઈ માટે ડેલ્ટા કોર્પને તેની F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના બેરિયરને ઓળંગી ગયા છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button