ભારત

અવકાશી સિધ્ધિમાં ભારતનું વધુ એક ઐતિહાસિક કદમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરીસથી લાઇવ નિહાળ્યું

ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક પ્રયાણ

ભારતના મહત્વકાંક્ષી મીશન મુનના એક ઐતિહાસિક કદમમાં આજે ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતિષ ધવન રોકેટ લોન્ચીંગ સ્ટેશનથી ચાંદની સફર પર સફળતાપૂર્વક રવાના થયું છે. બપોરે 2.35 કલાકે બાહુબલી રોકેટ એલવીએમ-3ની સાથે ચંદ્રયાન-3નું રોવર તથા લેન્ડર તેની 3.84 લાખ કિલોમીટર સફર પર રવાના થતા જ લોન્ચીંગ સેન્ટર પર સૌના ચહેરા પર એક સફળતાનું સ્મિત નજરે ચડયું હતું

► શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી 2.35 કલાકે ઐતિહાસિક ઉડાનનો પ્રારંભ : ઇસરોના અધ્યક્ષ એલ.સોમનાથ સહિતના વૈજ્ઞાનિક મિશન કંટ્રોલ રૂમમાં સતત હાજર : ચંદ્ર મિશનમાં અમેરિકા, રશિયા, ચીન પછી ભારત ચોથા સ્થાને

અને હવે આગામી 40 થી 50 દિવસની સફર બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના ઉપગ્રહ પર દક્ષિણ ધુ્રવ તરીકે ઓળખાતા અને અત્યાર સુધીના વિશ્વના કોઇપણ અવકાશયાનનું લેન્ડર જયાં પહોંચી શકયું નથી તે ક્ષેત્રમાં 23-24 ઓગષ્ટના સૂર્યોદય બાદ ઉતરશે અને બાદમાં ચંદ્રની ધરતી પર અનેક સંશોધનો કરશે. ભારતના આ કિર્તીમાન પર દુનિયાની નજર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરીસથી ચંદ્રયાન-3ના અવકાશગમન જીવંત દ્રશ્યોથી નિહાળ્યું હતું. શ્રીહરિકોટામાં ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા હવે ચંદ્રયાનની સફર પર સતત નજર રખાશે અને દુનિયાભરમાં અનેક અર્થ સેન્ટર પરથી પણ ચંદ્રયાનની એક એક ગતિવિધિને નિહાળવામાં આવશે.

► 40 થી 50 દિવસની સફર બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ગણાતા વણખેડાયેલ વિસ્તારમાં લેન્ડર ઉતરશે : સોફટ લેન્ડીંગ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ : ચંદ્રમાં સૂર્યોદય બાદ લેન્ડીંગ માટે તકેદારી : ઉતરાણ માટે પણ વૈકલ્પિક સમય રખાયો : 12 દિવસ સુધી ચંદ્રની ધરતી પર પ્રયોગ કરાશે

આજે બપોરે દેશના કરોડો લોકોના દિલની ધડકનો એ સમયે વધી ગઇ હતી જયારે શ્રીહરિકોટા ખાતેથી એલવીએમ રોકેટ રવાના થવાની ઘડી આવી ગઇ હતી. બપોરે 2.35 મીનીટે રોકેટ દાગવામાં આવ્યુ અને થોડી સેકન્ડમાં 1627 કિ.મી.ની ગતિએ રવાના થયું હતું. ફકત 45 કિ.મી.ની ઉંચાઇએ પહોંચતા જ 108 સેકન્ડ બાદ રોકેટનું લીકવીડ એન્જીન સ્ટાર્ટ થતા જ ચંદ્રયાન-3ની ઝડપ 6437 કિ.મી. પ્રતિ કલાકની થઇ ગઇ હતી અને 62 કિલોમીટરની ઉંચાઇએ પહોંચ્યા

► ઉડાનના 108 સેકન્ડ બાદ રોકેટનું લીકવીડ એન્જીન સ્ટાર્ટ થતા જ ચંદ્રયાન-3ની ઝડપ 6437 કિ.મી. પ્રતિ કલાકની થઇ અને 62 કિલોમીટરની ઉંચાઇએ પહોંચ્યા બાદ બંને બુસ્ટર રોકેટથી અલગ થયા : હવેની સફર સૌથી મહત્વની : ઇસરોના સ્પેસ સેન્ટર ઉપરાંત અમદાવાદ ઇસરો તેમજ વિશ્વના અનેક અર્થ સેન્ટર પરથી ચંદ્રયાન પર નજર રખાશે

બાદ બંને બુસ્ટર રોકેટથી અલગ થઇ ગયા હતા તે સમયે તેમની ગતિ 7000 કિ.મી.થી વધી ગઇ હતી. ચંદ્રયાન જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ ગતિ વધતી જાય છે અને અંતિમ મુસાફરી સમયે તે પ્રતિ કલાક 36968 કિ.મી.ની ગતિએ ચંદ્ર ભણી સફર શરૂ કરશે. ભારતનું આ ચંદ્રયાનનું રોવર 40 થી 50 દિવસમાં લેન્ડર સાથે ચંદ્રની પ્રદક્ષિણામાં પહોંચી જશે અને ત્યારબાદ તેને રોવર અને લેન્ડર અલગ થશે અને બાદમાં લેન્ડરના ચંદ્રની ધરતી પર સોફટ લેન્ડીંગની તૈયારી શરૂ થશે. ચંદ્રયાન-2માં જે રીતે લેન્ડરનું ક્રેશ લેન્ડીંગ થયું હતું તેના પછી બોધપાઠ થઇને હવે સોફટ લેન્ડીંગ માટેનું તમામ શ્રેષ્ઠતાઓ આ અભિયાનમાં ચિંતા કરવામાં આવી છે.

ઐતિહાસિક ઉડાનના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય : આજે ચંદ્રયાન-3 સફળ ઉડાન સાથે ઇસરોમાં એક ગૌરવ સાથેનું સ્મિત ફેલાયું હતું. ઇસરોના વડા ડો.એલ.સોમનાથએ આ ઉડાનની સફળતાની સાથે આનંદ વ્યકત કર્યો હતો અને વડાપ્રધાન કાર્યાલયના રાજયમંત્રી જીતેન્દ્રસિંહ ઉડાનની નિહાળવા માટે ખાસ હાજર રહ્યા હતા તેમજ તેઓએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણે તેઓએ ચંદ્રયાનની પ્રતિકૃતિ પણ સંયુકત રીતે હવામાં દર્શાવીને ભારતની સફળતા માટે ગૌરવ હોવાનું પણ જણાવ્યું હતું. ચંદ્રયાનના લોન્ચીંગ સાથે જ ભારત હવે તેના અવકાશ સાહસના બીજા તબકકામાં ગગનયાન પ્રોજેકટમાં આગળ વધશે.

ચંદ્રયાન-3 લોન્ચની સાથે સાથે
ચંદ્રયાન-3 શ્રીહરિકોટાથી બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. 23-24 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. જો કે, આ તારીખ આગળ અથવા પાછળ પણ હોઈ શકે છે. સપ્ટેમ્બરમાં થઈ શકે છે. જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.

તે જ સમયે, પીએમ મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે જ્યાં સુધી ભારતના અવકાશ ક્ષેત્રની વાત છે, 14 જુલાઈ, 2023 હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. ચંદ્રયાન-3, આપણું ત્રીજું ચંદ્ર મિશન, તેની યાત્રા પર નીકળશે. આ નોંધપાત્ર મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે. પીએમ મોદીએ અન્ય ટ્વિટમાં કહ્યું, ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ! હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ મિશન અને અમે અવકાશ, વિજ્ઞાન અને નવીનતામાં કરેલી પ્રગતિ વિશે તમારાથી બને તેટલું શીખો. તે તમને બધાને ખૂબ ગર્વ કરાવશે.

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 હવેથી માત્ર એક કલાક પછી લોન્ચ કરવામાં આવશે. અગાઉ, વિશ્વ વિખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે 500 સ્ટીલના બાઉલનો ઉપયોગ કરીને આર્ટવર્ક બનાવીને મિશનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની જીતની શુભેચ્છા પાઠવી હતી. પટનાયકે ઓડિશાના પુરી બીચ પર “વિજયી ભવ” સંદેશ સાથે 500 સ્ટીલના બાઉલ અને વાનગીઓનો ઉપયોગ કરીને ચંદ્રયાન-3 ની 22 ફૂટ લાંબી રેતીની કલા બનાવી.

ભાજપના નેતા તેમ્જેન ઇમના અલંગે ચંદ્રયાન-3ના લોન્ચિંગ સમયે અભિનેતા અમિતાભ બચ્ચનનો વીડિયો શેર કર્યો. આ તકે રાજનાથ સિંહે કહ્યું- આ મિશન ભારતની આકાંક્ષાઓને નવું આકાશ આપશે. આજનો દિવસ ભારતીય ઈતિહાસનો ખાસ દિવસ છે. મિશન ચંદ્રયાન-3નું લોન્ચિંગ ન્યૂ ઈન્ડિયાની આકાંક્ષાઓને એક નવું આકાશ આપવા જઈ રહ્યું છે. આ મિશનમાં આપણા દેશના વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત, સમર્પણ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સામેલ છે. આ મિશનની સફળતા માટે ISROની સમગ્ર ટીમને મારી શુભકામનાઓ.

200 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું કલ્પના ચાવલાની જેમ અવકાશયાત્રી બનવા માંગુ છું. લોન્ચ થયા પછી સ્પીડ 1627 કિમી હશે, જ્યારે રેકિટ બૂસ્ટર લોન્ચ કરવામાં આવશે, ત્યારે તેની પ્રારંભિક સ્પીડ 1627 કિમી પ્રતિ કલાક હશે. લોન્ચની 108 સેક્ધડ બાદ તેનું લિક્વિડ એન્જિન 45 કિમીની ઉંચાઈ પર શરૂ થશે અને રોકેટની સ્પીડ 6437 કિમી પ્રતિ કલાક હશે. આકાશમાં 62 કિમીની ઊંચાઈએ પહોંચવા પર, બંને બૂસ્ટર રોકેટથી અલગ થઈ જશે અને રોકેટની ઝડપ કલાકના સાત હજાર કિમી સુધી પહોંચી જશે.

ક્રાયોજેનિક એન્જિન શરૂ થયા બાદ રોકેટની ઝડપ 36,968 કિમી પ્રતિ કલાક હશે. પ્રક્ષેપણની 16 મિનિટ બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે અને ધીમે ધીમે તેની ભ્રમણકક્ષા વધારીને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન 3: પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અનુપમ ખેરે ISROને અભિનંદન આપતા ટ્વિટર પર લખ્યું, ભારત ચંદ્ર પર તેના ત્રીજા મિશન માટે તૈયાર છે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે આપણા વૈજ્ઞાનિકોને શુભકામનાઓ. આપણો ધ્વજ ઊંચો ઊડે, જય હિંદ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button