અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો
જેમાં એકસાથે બે પોલીસકર્મી સહિત 9 લોકોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે,

અકસ્માત જોવા ઊભા રહેલા લોકોને કાર કચડ્યા
હકીકતમાં અહીં પહેલા એક થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા માટે એકઠા થયેલા લોકો પર તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જગુઆર કાર ફરી વળી હતી અને 9 જેટલા લોકોને કચડી નાખ્યા હતા. મૃતકોમાં બોટાદ અને સરેન્દ્રનગરના યુવક પણ સામેલ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. કારની ટક્કર લાગતા મૃતકોના મૃતદેહ ફંગોળાઈને 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા.
મૃતકોમાં મોટાભાગના પીજીમાં રહેતા યુવકો હતો. જગુઆર કાર ચલાવનાર વ્યક્તિનું નામ તથ્ય પટેલ છે. સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.
કોણ છે તથ્ય પટેલ?
અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સનો છે દીકરો આરોપી તથ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે કરી હતી ધરપકડ પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં હતો સામેલ આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ હતું દુષ્કર્મ
કેવી રીતે સર્જાયો અકસ્માત
સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી