ભારત

મણીપુરમાં બે મહિલાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવાઈ: ગેંગરેપ પણ થયો

બે માસથી પણ જૂનો વિડીયો વાયરલ થતા હિંસાગ્રસ્ત રાજયમાં નવો તનાવ ફેલાયો

ઉતરપુર્વના ટચૂકડા રાજય મણીપુરમાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજબરોજ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ રાજયમાં રોજ હિંસાની ઘટનાઓ બને છે તે સમયે એક સૌથી ધૃણીત કૃત્યનો વિડીયો વાયરલ થયા છે જેમા રાજયના ફકી સમુદાયની બે મહિલાઓ નિર્વસ્ત્ર ફેરવવામાં આવી રહી છે.

આ ઘટના રાજયના કોંગપોકસી જીલ્લામાં 4 મે ના રોજ બની હતી તેવું ઈન્ડીજિનય ટ્રાયબલ લીડર્સ ફોરમના પ્રવકતાએ દાવો કર્યો છે અને એ પણ જણાવ્યુ કે, બાદમાં આ બન્ને મહિલાને બાજુના ડાંગરના ખેતરમાં લઈ જવાઈ હતી અને તેના પર બળાત્કાર ગુજરાયો હતો. આ જૂનો વિડીયો વાયરલ થતા આ વિસ્તારમાં તનાવ વધી ગયા છે.

વિડીયોમાં પીડિત મહિલાઓ મદદ માટે કરગરતી હતી અને પુરુષો તેની સાથે છેડછાડ કરતા હતા. આજે જ મણીપુરમાં ઈન્ડીજિનસ ટ્રાઈબલ લીડર્સ-ફોરમના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે તે સમયે જ આ જૂનો વિડીયો વાયરલ કરીને તનાવ વધારવા પ્રયાસ થયો હોવાનો ભય પણ દર્શાવાયો હતો. આ ગામ જયાં ઘટના બની હતી ત્યાં પહેલા કેટલાક મકાનોને આગ ચાપવામાં આવી હતી.

મણીપુરમાં જે વંશિય હિંસા તે માસના પ્રારંભમાં ભડકી પછી તુર્તજ આ ઘટના બની હતી અને મહિલાના એક સંબંધીએ બીજા જ દિવસે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 900થી1000 લોકોએ આ ગામ પર બળવો કર્યો હતો જે બાદ ગ્રામ્યજનો નજીકના જંગલ ભણી નાસી છુટયા હતા. પોલીસે અનેકને બચાવ્યા હતા પણ ટોળાએ એકની હત્યા કરી હતી અન્ય ચારને બંધક બનાવ્યા હતા.

જેમાં બે મહિલા હતી. ટોળાએ આપણને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી હતી. આ મહિલાને બચાવવા ગયેલા તેના એક ભાઈની પણ હત્યા થઈ હતી બાદમાં મહિલાઓ નાસી છુટી હતી.

કોઈ દોષિતોને છોડાશે નહી: સ્મૃતિનો ‘તકીયા-કલામ’ જવાબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વિડીયો અને તેના દ્રશ્યો તથા સમગ્ર ઘટના ખૂબ જ બિહામણી હોવાનું જણાવીને ઉમેર્યુ કે મે મુખ્યમંત્રી એન.બિરેનસિંઘ સાથે વાત કરી છે અને તેઓએ મને આ ઘટનામાં તપાસની ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કોઈ દોષીતને બક્ષવામાં આવશે નહી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button