મુંબઈ મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડયુ છે ત્યારે ચાર જીલ્લાઓમાં પુર પરીસ્થિતિ સર્જાઈ છે
હવામાન વિભાગ દ્વારા કોંકણ, ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રમાં 22મી સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

મુંબઈ મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડયુ છે ત્યારે ચાર જીલ્લાઓમાં પુર પરીસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા કોંકણ, ગોવા તથા મધ્ય મહારાષ્ટ્રમાં 22મી સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અનરાધાર વરસાદને પગલે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર તથા રાયગઢ જીલ્લામાં સ્કુલ-કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. પરિણામે સેન્ટ્રલ તથા હાર્બર લાઈનની સેવાઓ બાધિત થઈ હતી.
તંત્ર દ્વારા વધારાની બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે નાની મોટી દુર્ઘટના પણ સર્જાઈ હતી. ભાંડુપમાં પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાશયી થતા એક બાળકીનું મોત નિપજયું હતું. રાજયમાં રાયગઢ જીલ્લામાં અંબા, સાવિત્રી તથા પાતાપગંગા નદી ભયજનક સપાટીથી ઉંચે જ વહી રહ્યું છે. અન્ય નદીઓમાં પણ લેવલ વધી રહ્યું છે. પુર સ્થિતિને ધ્યાને રાખીને એનડીઆરએફની 12 ટીમોને તૈનાત કરવામાં આવી છે.