ગુજરાત

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખૂબ નુકસાની થઈ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે આ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ

જુદા જુદા તાલુકામાં હજુ ભરાયેલા વરસાદી પાણીની સ્થિતિ નિહાળી

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, ઘેડ પંથકમાં ભારે વરસાદથી ખૂબ નુકસાની થઈ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે આ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. તો આ બાદ આજે બપોરે જુનાગઢમાં ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે નુકસાનની ચર્ચા કરવા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 11 કલાકે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા અને માળીયાહાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યું મીટીંગ યોજવાના છે. હાલમાં સોરઠ જુનાગઢ જીલ્લા તેમજ સોમનાથ જીલ્લામાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે પડી રહેલા વરસાદના કારણે ઉછરેલી મૌલાતો તેમજ વરસાદે પુરના પાણી ઠેર ઠેર ગામડાઓમાં ઘુસી જતા મોટી નુકસાની થવા પામી રહી છે. જેના અનુસંધાને ભુપેન્દ્રભાઈ પટેલ આજે સવારે 11 કલાકે જુનાગઢ, ગીર સોમનાથ તેમજ માંગરોળ- માળીયા હાટીના, હીરણ નદીના વિસ્તારો, કેશોદ, માણાવદરમાં મોટી નુકસાની થવા પામી રહી છે તેનું નિરીક્ષણ કરવા હેલીકોપ્ટર મારફતે નિરીક્ષણ કરી બપોરના 1 કલાકે જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.

જુનાગઢ કલેકટર અનિલ રાણાવસીયા અને વહીવટી તંત્ર તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે કાલે પણ અમરેલી જિલ્લા અને રાજકોટના કાર્યક્રમોમાં ભાગ લેવા આવવાના છે. તે પૂર્વે આજે તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણી હતી. આજે ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના તંત્ર વાહકો મુખ્યમંત્રીની મુલાકાતને લઈને સાબદા બન્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ નિરીક્ષણ મારફતે ક્યાસ મેળવ્યા બાદ જૂનાગઢના બિલખા રોડ પરનાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ખાતે આગમન થતાં પદાધિકારી-અધિકારીઓએ પુષ્પ આપી મુખ્યમંત્રીને સહર્ષ આવકાર્યા હતા.

મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસનું મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું આ સ્વાગતમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, રાહત કમિશનર આલોક પાંડે, પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, આઈ.જી. મયંકસિંહ ચાવડા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, કમિશનર રાજેશ તન્ના, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, અગ્રણી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી-અધિકારી જોડાયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button