મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યોઅજિત પવાર, હું CM તરીકે શપથ NCP ધારાસભ્યના ચોંકાવનારા દાવાને લઇ ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ
શિંદે સરકારમાં જોડાયા પછી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું

CM શિંદે દિલ્હીમાં કોને મળવા આવ્યા?
અહીં અમોલ મિટકરીનું આ ટ્વિટ આવ્યું અને બીજી બાજુ સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે આજે દિલ્હી પહોંચી ગયા છે. શિંદેની દિલ્હી મુલાકાતની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે, તેઓ દિલ્હીમાં BJPના મોટા નેતાને મળી શકે છે.
અજીતના આગમનથી શિંદે જૂથ નાખુશ ?
નોંધપાત્ર રીતે આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા નાટકીય વિકાસમાં અજિત પવારસહિત NCPના નવ નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં જોડાયા હતા. આ પછી અજિતને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથના કેટલાક સભ્યો કેબિનેટમાં NCPના ધારાસભ્યોના સમાવેશને લઈને નારાજ છે.
શિંદે સરકારમાં જોડાયા પછી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું અને તેમના સાથી ધારાસભ્યોને પણ શિંદે કેબિનેટમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપવામાં આવ્યા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે, કેબિનેટમાં અજિતના સાથીદારોને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપ્યા બાદ શિંદેની છાવણીમાં અસંતોષ ફેલાયો છે.