ધર્મ-જ્યોતિષ

મેષથી મીન સુધી કેવો રહેશે શનિવારનો દિવસ, જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ

આજે બપોરે 01.06 વાગ્યા સુધી એકાદશી તિથિ બાદ દ્વાદશી તિથિ રહેશે. જ્યેષ્ઠા નક્ષત્ર પછી આજે રાત્રે 11:35 સુધી મૂલા નક્ષત્ર રહેશે.

આજનું પંચાંગ
29 07 2023 શનિવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ બપોરે 1.04 પછી બારસ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ બ્રહ્મ સવારે 9.32 પછી ઈન્દ્ર
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 1.04 પછી બવ
રાશિ વૃશ્ચિક (ન.ય.) રાત્રે 11.33 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ. મશીનરીને લગતા કામકાજમાં ફાયદો. ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને. સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા કામ મળે. સાથી કર્મચારી અને સહયોગીથી લાભ. મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું. મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. ચંચળ સ્વભાવને સરળ બનાવો. કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થાય.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો. સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે. તબિયત બાબતે કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામમાં યશ મળશે. લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે. જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે. કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે. પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે. નોકરી-ધંધામાં લાભ થશે. ભાગીદારીથી મનમુટાવ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી. વેપાર-ધંધામાં મહેનત વધશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે.

શુભાંક – આજનો શુભ અંક છે 2
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

News Click 24

Poll not found

Related Articles

Back to top button