ગુજરાત

મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે

98 જેટલા રૂટની કુલ 583 જેટલી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે  મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી  અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક  રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે

જો આપ આજે અમદાવાદ શહેરમાં AMTS- BRTS દ્રારા મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો આ સમાચાર આપના માટે મહત્વના છે. આજે મુસ્લિમ બિરાદરોનું પર્વ મોહર્રમ હોવાથી અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક  રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તાજિયાનું જુલુસ નીકળવાનું આયોજન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી 98 જેટલા રૂટની કુલ 583 જેટલી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો 16 બીઆરટીએસની બસોને બંધ કરી દેવાઇ છે. તો 7 જેટલા રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે. , એલિસબ્રિજ તિલક બાગથી ખમાસા, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સારંગપુર, રખિયાલ રૂટ પર BRTS બસ સ્ટેન્ડ અને બસો બંધ રહેશે ઉપરાંત 101 અને 201 નંબરના રૂટ સંપૂર્ણ બંધ રહેશે.

બદલાયેલા રૂટની યાદી  મોહર્રમને લઇને લાલ દરવાજા તરફ આવનારી AMTS બસોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે, મણિનગર, ઇસનપુર, વટવા તરફથી આવતી બસોએ એસટી, મજૂર ગામ થઈ જશે,  સરદાર બ્રિજ પાલડી થઈ એલિસ બ્રિજ થી લાલ દરવાજા  જશે.  સારંગપુર, આસ્ટોડિયા અને તિલકબાગ તરફ જતી બસો કાલુપુર સુધી જ જશે.તો એરપોર્ટની બસો માત્ર કાળુપુર સુધી જ જશે. ઇન્કમટેક્સથી નેહરુ બ્રિજ થઈને લાલ દરવાજા તરફ બસો ચાલુ રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button