ગુજરાત

આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદમાં વરસાદની આગાહી , આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં  ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે તો ક્યાય હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ વર્તાઈ રહ્ય છે.

આગાહી અનુસર આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. બીજી બાજુ આજે દાહોદ, મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી  કરાઈ છે.

તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તે જ રીતે 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડશે.વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.

152 તાલુકામાં વરસાદ નોંધાયો

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ, વઘઈમાં 1 ઈંચ, તો કપડવંજ, વલસાડ,ચીખલી, સોનગઢ, લીમખેડા, ઉમરપાડા, બાયડ, ઉમરેઠ, માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગ,વાલોડ અને ખાનપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button