ગુજરાત

આખા ગુજરાતમાં અત્યારે ‘કન્ઝક્ટિવાઈટીસ’ આંખો આવવી નામના રોગે ઉપાડો લીધો છે

તબીબોના જણાવ્યા પ્રમાણે આંખનો ફ્લૂ માત્ર ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્કમાં આવવાથી જ લાગુ પડે છે

રાજકોટ સહિત આખા ગુજરાતમાં અત્યારે ‘કન્ઝક્ટિવાઈટીસ’ (આંખો આવવી) નામના રોગે ઉપાડો લીધો છે અને દર ત્રીજી વ્યક્તિ અત્યારે કાળા રંગના ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે ત્યારે જેમ જેમ કોઈ રોગ વકરે તેમ તેમ તેને લઈને તરેહ તરેહની વાતો અને ભ્રમણા પણ ફેલાતી જ હોય છે. આવી જ ભ્રમણ છેલ્લા ઘણા સમયથી લોકો અને તબીબોમાં ફેલાઈ ગઈ છે કે કોઈ વ્યક્તિને આંખ આવી હોય અને તેની આંખમાં જો કોઈ સ્વસ્થ વ્યક્તિ જોયે રાખે તો સ્વસ્થ વ્યક્તિને પણ આંખો આવે છે !! જો કે આ વાત નરી મીથ્યા હોવાનું તબીબોએ ભારપૂર્વક જણાવ્યું છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે આંખનો ફ્લૂ માત્ર ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકના સંપર્કમાં આવવાથી જ લાગુ પડે છે. જો કોઈ વ્યક્તિને આંખો આવી હોય અને તેના દ્વારા આંખમાંથી પાણી નીકળતું હોય તેને હાથ લગાડ્યા બાદ તે હાથનો સ્પર્શ કરવામાં આવે તો તેનો ચેપ લાગી શકે છે. જો આંખ આવી હોય તેવા લોકોની વસ્તુઓને અડવી, સ્વચ્છતાની કાળજી ન રાખવી, આંખોને વ્યવસ્થિત રીતે સાફ ન કરવી અથવા દૂષિત સપાટીને સ્પર્શ કર્યા પછી તે જ હાથથી આંખોને સ્પર્શ કરવાથી આ રોગ લાપુ પડી શકે છે. સાથે સાથે તબીબોએ એમ પણ જણાવ્યું કે આઈ ફ્લૂ કોઈની આંખોમાં જોવાથી લાગુ પડે છે તે વાત સદંતર ખોટી છે. જ્યાં સુધી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આંખના સ્ત્રાવના સંપર્કમાં ન આવે ત્યાં સુધી ચેપનું જોખમ રહેતું નથી.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આઈ ફ્લૂના વાયરસ દરવાજાના હેન્ડલ્સ, ટુવાલ અથવા ટીશ્યુ પર સક્રિય રહે છે તેથી આવી કોઈ પણ સપાટીને સ્પર્શ કર્યા પછી હાથને સારી રીતે ધોવા જરૂરી છે. ભીડભાડવાળા વાતાવરણ અને સંક્રમિત વ્યક્તિઓના નજીકના સંપર્કને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે તેથી નિવારણની પદ્ધતિઓનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આઈ ફ્લૂ અથવા આંખ આવવાની સમસ્યાને કારણે આંખોમાં લાલાશ, ખંજવાળ અને પાણી નીકળવા લાગે છે.

મોટાભાગના કિસ્સાઓમાં તેનાં લક્ષણો હળવા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગંભીર સ્વરૂપનું જોખમ પણ હોઈ શકે છે જેમાં વ્યક્તિને સતત પાણી નીકળતા બરાબર જોઈ શકાતું નથી ત્યારે ઘણા લોકો કહે છે કે કોઈને આંખ આવી છે તો તેની સામે જોવું નહીં પરંતુ આ વાત વિશ્ર્વાસ કરવા યોગ્ય નથી. બસ, લોકોએ આ દિશામાં પૂરતી તકેદારી રાખવી જોઈએ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button