ભારત

દેશમાં 2019 અને 2021ના ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. સરકારે આપેલા આ ચોંકાવનારા આંકડામાં મધ્યપ્રદેશ આશરે બે લાખ સાથે ટોચ પર છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળ છે.

મધ્યપ્રદેશમાં આંકડો ચિંતાજનક રહ્યો છે. આ ત્રણ વર્ષના ગાળામાં કુલ 1,60,180 મહિલાઓ ગુમ થઈ હતી તો 18 વર્ષથી નીચેની વયની સગીરાઓની ગુમ થયેલી સંખ્યા 38,234 જેટલી રહી હતી તેમ સંસદમાં પુરા પાડવામાં આવેલા આંકડામાં જણાવાયું છે.

દેશમાં 2019 અને 2021ના ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. સરકારે આપેલા આ ચોંકાવનારા આંકડામાં મધ્યપ્રદેશ આશરે બે લાખ સાથે ટોચ પર છે. બીજા ક્રમે પશ્ચિમ બંગાળ છે.

ગત અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 18 વર્ષથી વધુ વયની 10,61,648 મહિલાઓ ગુમ થઈ હતી તો સામે આ જ ગાળામાં 18 વર્ષથી ઓછી વયની 2,51,430 છોકરીઓ પણ ગુમ થઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી) દ્વારા આ આંકડા પુરા પાડવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં આંકડો ચિંતાજનક રહ્યો છે. આ ત્રણ વર્ષના ગાળામાં કુલ 1,60,180 મહિલાઓ ગુમ થઈ હતી તો 18 વર્ષથી નીચેની વયની સગીરાઓની ગુમ થયેલી સંખ્યા 38,234 જેટલી રહી હતી તેમ સંસદમાં પુરા પાડવામાં આવેલા આંકડામાં જણાવાયું છે.

આ જ ગાળામાં પશ્ચિમ બંગાળમાંથી કુલ 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી. મહારાષ્ટ્રમાં આ સમયગાળામાં 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થવાની ઘટના બની છે. ઓડિશામાં ત્રણ વર્ષમાં 70,222 મહિલાઓ અને 15,649 છોકરીઓ ગુમ થઈ હતી તો છતીસગઢમાં આ જ ગાળામાં 49,116 અને 10,817 છોકરીઓ ગુમ થઈ છે.

કેન્દ્રશાસીત પ્રદેશોમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓનો આંકડો સૌથી વધુ છે. રાજધાનીમાં વર્ષ 2019થી 2021માં 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં 8,617 મહિલાઓ અને 1,148 છોકરીઓ ગુમ થઈ છે.

સરકારે સંસદમાં એવી માહિતી આપી હતી કે, તેણે દેશભરમાં મહિલાઓની સલામતી માટે અનેક પગલા લીધા છે. જેમાં જાતીય ગુના સામે અસરકારક અવરોધ ઉભો કરવા માટે ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ), એકટ, 2013 ઘડવાનો સમાવેશ થાય છે. વધુમાં ક્રિમીનલ લો (એમેન્ડમેન્ટ) એકટ, 2018 પણ ઘડાયો છે. આમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીના બળાત્કારના કેસમાં મોતની સજા સહિત આકરી સજાની જોગવાઈ સામેલ છે. આ કાયદામાં બે મહિનાની અંદર રેપ કેસોમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરી દેવાનું તેમજ અદાલતોમાં કેસો પણ વધુ બે મહિનાની અંદર પૂર્ણ કરી દેવાનું ફરજીયાત બનાવાયું છે.

આ ઉપરાંત સરકારે ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ પણ શરૂ કરી છે. જે તમામ ઈમરજન્સીઝ માટે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સ્તરનો માન્ય નંબર (112) આધારિત સિસ્ટમ છે. જે કોમ્પ્યુટર સાથે સાંકળવામાં આવી છે. આનાથી તંત્રને ઘટનાસ્થળે પહોંચી જવા માટે તત્કાળ લોકેશન મોકલવાની વ્યવસ્થા છે.

સ્માર્ટ પોલિસિંગ અને સેફટી મેનેજમેન્ટની સહાય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ અને મુંબઈ એમ આઠ શહેરોમાં પ્રથમ તબકકામાં સેફ સીટી પ્રોજેકટોને મંજુરી અપાઈ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button