ગુજરાત
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની યાદો ફરી એકવાર સુરતમાં તાજી થઈ છે
વિગતો મુજબ, કાપોદ્રા વિસ્તારમાં એક સ્વિફ્ટ ચાલકે મોડી રાત્રે BRTS ટ્રેકમાં 3 બાઈક અને બે રાહદારીઓ સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની યાદો ફરી એકવાર સુરતમાં તાજી થઈ છે. શહેરના કાપોદ્રામાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા એક કાર ચાલકે બીઆરટીએસ ટ્રેકમાં 3 બાઈક અને બે રાહદારીઓને ઉડાવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. તો ચાલક દારૂના નશામાં હોવાની પણ આશંકા છે.
Poll not found