રમત ગમત

IND vs WI ભારતીય ટીમે 200 રનથી જીતી ત્રીજી વન-ડે, સીરિઝ પર 2-1થી કબ્જો

ભારતના 351 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો દાવ માત્ર 151 રનમાં સમેટાઈ ગયો હતો.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી વન-ડેમાં હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 વન-ડેની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતના 351 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝનો દાવ માત્ર 151 રનમાં સમેટાઈ ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ગુડાકેશ મોટેએ 34 બોલમાં 39 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના 7 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.

આ સાથે જ ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુકેશ કુમારને 3 સફળતા મળી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ પોતાના નામે કરી હતી. જયદેવ ઉનડકટને, લગભગ 10 વર્ષ પછી ભારત માટે ODI રમીને 1 સફળતા મળી.

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને મોટો ટાર્ગેટ આપ્યો હતો

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 351 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 92 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઈશાન કિશને 64 બોલમાં 77 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યા 52 બોલમાં 4 ફોર અને 5 સિક્સરની મદદથી 70 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તે જ સમયે, સંજુ સેમસને 41 બોલમાં 51 રનનું યોગદાન આપ્યું હતું.

આવી છે વેસ્ટ ઈન્ડિઝના બોલરોની હાલત

વેસ્ટ ઈન્ડિઝના બોલરોની વાત કરીએ તો રોમેરો શેફર્ડ સૌથી સફળ બોલર હતો. રોમેરો શેફર્ડે 10 ઓવરમાં 73 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય અલઝારી જોસેફ, ગુડાકેશ મોટે અને યાનિક કારિયાને 1-1થી સફળતા મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પરંતુ વેસ્ટ ઈન્ડિઝે બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીની બીજી મેચ 6 વિકેટે જીતી લીધી હતી. જોકે, ભારતીય ટીમે ત્રીજી અને છેલ્લી મેચ જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. હવે બંને ટીમો T20 શ્રેણીમાં આમને-સામને થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button