રમત ગમત

વન-ડે શ્રેણી જીત્યાના 48 કલાકની અંદર ભારતીય ક્રિકેટ ટીમ હવે ટી-20 ફોર્મેટમાં ઢળીને પાંચ મેચની શ્રેણીની પહેલી મેચમાં આજે વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાને ઉતરશે

ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1 જીતી છે અને ટી-20 ફોર્મેટમાં પણ તેનું પલડું ભારે જણાઈ રહ્યું છે.

વન-ડે શ્રેણી જીત્યાના 48 કલાકની અંદર ભારતીય ક્રિકેટ ટીમ હવે ટી-20 ફોર્મેટમાં ઢળીને પાંચ મેચની શ્રેણીની પહેલી મેચમાં આજે વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાને ઉતરશે. રાત્રે આઠ વાગ્યાથી શરૂ થનારા આ મુકાબલામાં ટીમના યુવા ખેલાડીઓને ખુદને સાબિત કરવાની સુવર્ણ તક મળશે. ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1 જીતી છે અને ટી-20 ફોર્મેટમાં પણ તેનું પલડું ભારે જણાઈ રહ્યું છે.

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમમાં યશસ્વી જયસ્વાલ, તીલક વર્મા અને મુકેશ કુમાર જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના દમ પર તીલક અને યશસ્વીને પહેલીવાર ભારતીય ટી-20 ટીમમાં તક મળી છે જેનો તે ભરપૂર ફાયદો ઉઠાવવા માંગશે.

અજીત અગરકરના વડપણ હેઠળની પસંદગી સમિતિએ પહેલી બેઠકમાં સંજુ સેમસન પર ભરોસો વ્યક્ત કર્યા છે જેના ઉપર તે ખરો ઉતરવા માંગશે. રવિ બિશ્ર્નોઈની ટીમમાં વાપસી થઈ છે જે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સાથે સ્પિન એટેકની બાગડોર સંભાળશે. ભારતીય ટૉપ ઓર્ડરમાં ઈશાન કિશન, શુભમન ગીલ અને યશસ્વી જયસ્વાલ જેવા બેટરો છે તો મીડલ ઑર્ડરમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવને કારણે બેટિંગ ઑર્ડર ઘણો મજબૂત જણાઈ રહ્યો છે. વિન્ડિઝને ભલે ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં પરાજય આપ્યો હોય પરંતુ ટી-20માં તેને હળવાશથી લઈ શકાય તેમ નથી કેમ કે આ ફોર્મેટમાં તે ઉલટફેર કરવાની પૂરી તાકાત ધરાવે છે.

બીજી બાજુ ટીમ ઈન્ડિયા આજે 200મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી બીજી ટીમ બની જશે. તેના પહેલાં પાકિસ્તાન જ એવી ટીમ છે જેણે 223 ટી-20 મુકાબલા રમ્યા છે. ભારત-વિન્ડિજ વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીમાં કુલ 25 ટી-20 મુકાબલા રમાયા છે જેમાં 17 ભારતે જીત્યા છે તો સાત મેચ વિન્ડિઝના પક્ષમાં ગયો છે અને એક મેચ અનિર્ણિત રહેવા પામી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

 

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન
હાર્દિક પંડ્યા (કેપ્ટન) રોવમેન પૉવેલ (કેપ્ટન)
શુભમન ગીલ કાઈલ માયર્સ
યશસ્વી જયસ્વાલ જોન્સન ચાર્લ્સ
સર્યકુમાર યાદવ શાઈ હોપ (વિકેટકિપર)
ઈશાન કિશન નિકોલસ પુરન
સંજુ સેમસન (વિકેટકિપર) શિમરન હેટમાયર
અક્ષર પટેલ જેસન હોલ્ડર
યુઝવેન્દ્ર ચહલ રોસ્ટન ચેઝ
કુલદીપ યાદવ રોમારિયો શેફર્ડ
અર્શદીપ સિંહ અકીલ હોસેન
આવેશ ખાન અલ્ઝારી જોસેફ
News Click 24

Poll not found

Related Articles

Back to top button