ગુજરાત
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એક કૌભાંડ સામે આવ્યુ છે. ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યુ છે.
માહિતી પ્રમાણે 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ વગર નીકળ્યા હતા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એક કૌભાંડ સામે આવ્યુ છે. ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યુ છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 20 જેટલા એજન્ટની અટકાયત કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે 500 જેટલા શંકાસ્પદ લાયસન્સ ટેસ્ટ ડ્રાઇવ વગર નીકળ્યા હતા. આ કૌભાંડમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 5 એજન્ટની ધરપકડ કરી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં RTO અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા છે. ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Poll not found