રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી નામ બદલી ફસાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા આવ્યા છે
અમદાવાદમાં વધુ એક સગીરા લવ જેહાદનો ભોગ બની છે

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી નામ બદલી ફસાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા આવ્યા છે અથવા તો દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી માં-બાપને હેરાન કરી તેમની પાસેથી રોકડ રૂપિયાથી લઈને પ્રોપર્ટી પડાવી લેવાના પણ કારસા રચાઇ રહ્યા છે. ઘણા એવા પણ બનાવો બન્યા છે કે દીકરી પોતાના માં-બાપને ઓળખવા સુધી પણ સ્પષ્ટ ઈનકાર કરી દે છે. હાલ અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે. લવજેહાદને કાબૂમાં લેવા કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. એવામાં અમદાવાદમાંથી વધુ એક લવ જેહાદનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
ઈલિયાસે નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી
અમદાવાદમાં વધુ એક સગીરા લવ જેહાદનો ભોગ બની છે. ઈલિયાસ નામના યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સગીરાની માતાએ નરાધમ ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ઈલિયાસની ધરપકડ કરી લીધી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સગીરા સાથે દુષ્કર્મ આચરવા મામલે ફરિયાદ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઈસનપુર ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ નામ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ ઈલિયાસે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે સગીરાને યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાનું જણવા મળતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. સગીરાએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી આ અંગે માહિતી આપતા K ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP મિલાપ પટેલે જણાવ્યું કે, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર 16 વર્ષની દીકરીની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરીને કપડાની દુકાન પર નોકરીએ રાખી પોતાની ખોટી ઓળખ આપી એટલે કે છોકરાનું નામ ઈલિયાસ હોવા છતાં યશ જણાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદીએ આપેલ માહિતીના આધારે પોલીસે ઈલિયાસ સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે, તાજેતરમાં આવો જ બનાવ સુરતમાં બન્યો હતો. સુરતના પુર્ણા વિસ્તારમાં ઓજેર આલમ નામના યુવકે નામ બદલી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ઓજેર આલમ નામના યુવકે નામ બદલી અર્જુન સિંહ રાખ્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપી તેમજ ખોટુ નામ જણાવીને સાપુતારા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. 15 દિવસ બાદ યુવતીને યુવકનું સાચું નામ જાણવા મળતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.