ગુજરાત

મોરબીના ઝુલતા પુલ બ્રીજ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા છે

મોરબી બ્રીજ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારજનો સુપ્રીમ કોર્ટ પહોંચતા અરજી પર આજે સુનાવણી થશે

મોરબીના ઝુલતા પુલ બ્રીજ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા છે. જે અંગે આજે સુનાવણી થનાર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત હાઇકોર્ટે ટિકિટ વેચનાર 2 ક્લાર્કનાં જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત સરકારે કોર્ટના આ નિર્ણય ના પડકારતા આખરે પીડિતો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બન્યા છે.

મોરબી બ્રીજ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારજનો સુપ્રીમ કોર્ટ પહોંચતા અરજી પર આજે સુનાવણી થશે. મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો. આ ઘટનામાં જવાબદાર કર્મચારીઓથી માંડી ઓરેવા કંપનીના માલિકની ધરપકડ કરાઇ હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button