જાણવા જેવું

ઇન્ડીયા પહેલને પગલે દેશમાં 2014થી 2022 દરમિયાન અધધ 2 બિલિયન બે અબજ મોબાઇલનું ઉત્પાદન કર્યુ છે

મોબાઇલ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે 2024થી 2022 દરમિયાન 2 અબજ ફોનનું નિર્માણ

કેન્દ્ર સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલે 2014-2022ના સમયગાળા દરમિયાન સ્થાનિક રીતે ઉત્પાદિત મોબાઈલ ફોનના સંચિત શિપમેન્ટને 2 અબજના આંકડાને વટાવી દીધું છે. ગ્લોબલ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર, ભારતે મોબાઈલ ફોન શિપમેન્ટમાં 23 ટકાનો કમ્પાઉન્ડ એન્યુલ ગ્રોથ રેટ નોંધાવ્યો છે.

દેશમાં માંગમાં વધારો, ડિજિટલ સાક્ષરતામાં વધારો અને વ્યૂહાત્મક સરકારી સમર્થન (સ્ટ્રેટેજિક ગવર્મેન્ટ સપોર્ટ) આ વૃદ્ધિને આગળ ધપાવે છે, અહેવાલમાં ઉમેર્યું હતું. આ વિકાસ સાથે, ભારત હવે વિશ્વના બીજા સૌથી મોટા મોબાઈલ ફોન ઉત્પાદકના સ્થાને પહોંચી ગયું છે.

સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે તબક્કાવાર મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ, મેક ઇન ઇન્ડિયા, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ, અને આત્મા-નિર્ભર ભારત સહિત અનેક પહેલો શરૂ કરી છે. તાજેતરના વર્ષોમાં આ યોજનાઓએ સ્થાનિક સ્તરે મોબાઇલ ફોન ઉત્પાદન વધારવામાં મદદ કરી છે.

કાઉન્ટર પોઈન્ટના સંશોધન નિયામક તરુણ પાઠકે પ્રકાશ પાડ્યો હતો કે વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ વર્ષોથી નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે. 2022માં, ભારતમાંથી તમામ મોબાઇલ ફોન શિપમેન્ટમાંથી 98 ટકા સ્થાનિક રીતે કરવામાં આવ્યા હતા.

2014માં વર્તમાન સરકારની શરૂઆતના સમયે માત્ર 19 ટકાથી આ એક આશ્ચર્યજનક છલાંગ હતી. આ પરિવર્તન સ્થાનિક મૂલ્યવર્ધનમાં પણ પ્રતિબિંબિત થાય છે, જે હવે સરેરાશ 15 ટકાથી વધુ છે, જે આઠ વર્ષ પહેલાંના નીચા સિંગલ-ડિજિટના આંકડા કરતાં સુધારો છે, અહેવાલમાં ઉમેર્યું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button