યુક્રેન યુદ્ધ સહિત વિવાદમાં ઘેરાયેલા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન G20 દેશોની શિખર પરિષદમાં ભાગ લેવા ભારત આવશે નહી.
પુટીન G20 દેશોની શિખર પરિષદમાં ભાગ લેવા ભારત નહી આવે

યુક્રેન યુદ્ધ સહિત વિવાદમાં ઘેરાયેલા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન G20 દેશોની શિખર પરિષદમાં ભાગ લેવા ભારત આવશે નહી. પ્રમુખના પ્રવકતાએ જણાવ્યું કે યુક્રેનમાં જે ‘સ્પેશિયલ-મિલીટ્રી-ઓપરેશન’ ચાલે છે તે સ્થિતિમાં તેઓ G20 દેશોની શિખર પરિષદમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શકશે નહી. તેમના બદલે રશિયાના પ્રતિનિધિ તરીકે કોણ હાજરી આપશે તે હવે નિશ્ચિત કરવામાં આવશે. છેલ્લે પુટીને 2019માં મોસાકામાંG20 દેશોની શિખર પરિષદમાં હાજરી આપી હતી પણ 2022ના બાલી સંમેલનમાં હાજર રહ્યા ન હતા અને તેમના બદલે રશિયાના વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. પુટીને હાલમાંજ જોહનીસબર્ગમાં ‘બ્રીકસ’ બેઠકમાં હાજરી આપી ન હતી. પુટીન સામે યુક્રેન યુદ્ધ બદલ ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટએ માર્ચ માસમાં ધરપકડ વોરેન્ટ ઈસ્યુ કર્યુ છે.
બીજી તરફ G20 શિખર પરિષદ જે નવી દિલ્હીમાં યોજાનાર છે તે તા.9-10 સપ્ટેમ્બરના રોજ નવનિર્મિત ભારત મંડલમ સેન્ટર (પ્રગતિ મેદાન)માં યોજાશે.